Updated: Dec 13th, 2023
વડોદરા,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરાના ગોત્રી ટીપી 10 ખાતે આવેલ દર્પણ વાટિકા સોસાયટી નજીકથી અગાઉ દૂર કરાયેલા દબાણ પૈકી કેટલાક દબાણો આજે અહીંથી દૂર કરવામાં આવ્યા હતા. ગોત્રી ટીપી 10 ખાતે દર્પણ વાટિકા સોસાયટી સામે સ્પંદન પાર્ટી પ્લોટની બાજુમાં 18 મીટરના રસ્તા પર કેટલાક દબાણો ઊભા થયા હતા. અગાઉ તંત્રએ અહીં દબાણ હટાવવાની કામગીરી કરી હતી. જે બાદ આજે 18 મીટરના મુખ્ય માર્ગ પરના કમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગ સહિત 7 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસની ટીમને સાથે રાખીને સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું.