રાજકોટના લોધિકા તાલુકાના મોટાવડા ગામે ધો. 11 કોમર્સના વિદ્યાર્થી ધ્રુવીલ વરુએ 19 ઓક્ટોબરના 3 શિક્ષકના ત્રાસથી સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જે ઘટનામાં રાજકોટ ગ્રામ્યના મેટોડા GIDC પોલીસે વિદ્યાર્થીને મરવા મજબૂર કરનારા આચાર્ય સચિન વ્
.
આરોપી પરિવારને મળવા આવ્યો ને પોલીસને ઝડપી પાડ્યો રાજકોટ રેન્જના આઈ. જી. અશોકકુમાર યાદવ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડની સૂચનાથી ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એસ. શર્માને બાતમી મળી હતી કે, આરોપી આચાર્ય સચિન વ્યાસ કટારીયા ચોકડી પાસે મોઢે રૂમાલ બાંધી ઉભો છે અને પોતાના પરિવારને મળવા માટે રાજકોટ આવ્યો છે. જેથી ત્યાં જતા આચાર્ય ત્યાં મળી આવ્યો હતો. જેથી પોલીસે રૈયા ગામ શેરી નંબર 3માં રહેતા અને મોટાવડામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય સચિન વ્યાસની ધરપકડ કરી હતી.
આપઘાત કરનાર વિદ્યાર્થી ધ્રુવીલ વરુની ફાઈલ તસવીર.
બે આરોપી હજુ પોલીસ પકડથી દુર દરમિયાન મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એસ. શર્માએ જણાવ્યું હતું કે, મોટવડા સ્કૂલના આચાર્ય સચિન વ્યાસની શુક્રવારે સાંજે ધરપકડ કર્યા બાદ ગોંડલ કોર્ટમાં એક દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જોકે, રિમાન્ડ દરમિયાન સવિશેષ કંઈ સામે આવ્યું નથી. જેથી આજે આચાર્ય સચિન વ્યાસને જેલહવાલે કરવામાં આવ્યા છે. ગોંડલ જેલમાં આજે આરોપીને ધકેલાયો છે. આ ઘટનામાં કાયમી શિક્ષિકા મોસમી શાહ અને જ્ઞાન સહાયક વિભૂતિ જોષી હજૂ પણ ફરાર છે. જેથી તે બંનેને ઝડપી લેવા માટે તપાસ ચાલુ છે.
એકના એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવારનો આધાર છીનવાઈ ભરવાડ સમાજના આગેવાન ભીખાભાઈ પડસારીયાએ અગાઉ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના દાદાને અમે મળ્યા તો તેઓ ચોધાર આંસુએ રડી રહ્યા હતા અને ન્યાયની માંગણી કરી રહ્યા હતાં. જેમાં સરકાર દ્વારા પરિવારને આર્થિક સહાય આપવામાં આવે અથવા તો પરિવારના કોઈ એક સભ્યોને સરકારી નોકરી આપવામાં આવે. કારણ કે, 15 વર્ષના માતા પિતાના એકના એક દીકરાએ આપઘાત કરી લેતા પરિવારનો આધાર સ્તંભ છીનવાઈ ગયો છે. તે વિદ્યાર્થી ક્લાસમાં મોનિટર હતો અને તે એટલો હોશિયાર હતો કે સરકારી અધિકારી બની શકત, પરંતુ શિક્ષકોના ત્રાસને કારણે આ વિદ્યાર્થીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણેય શિક્ષકો કાયમી પણે નોકરીમાંથી ફરજ મૂક્ત કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તેમની કાર્યવાહી પણ શંકાસ્પદ ગણાવી હતી.
આચાર્યની ધરપકડ બાદ પણ ફરજ મુક્ત ન કરાયો આ સ્કૂલમાં 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 3 શિક્ષકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આચાર્ય સચિન વ્યાસ, મોસમી શાહ અને વિભૂતિ જોષી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હાલ આચાર્ય સહિત 3 શિક્ષકો હાલ ફરજ બજાવી રહ્યા નથી, જેની બદલે 2 શિક્ષક મૂકવામાં આવ્યા છે. જેથી હાલ કુલ 3 શિક્ષકો ભણાવી રહ્યા છે. દરમિયાન તાજેતરમાં જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. જોકે, આચાર્યની ધરપકડ થયા બાદ પણ તેને ફરજ મુક્ત કરવામાં આવ્યો નથી.