માંગરોળ સબ જેલમાં બેરેક પાછળથી કેદીની મોબાઈલ ફોન સાથે જેલ ગાર્ડએ અટક કરી ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલ જનકસિંહ નાજાભાઇ સિસોદિયા શનિવારે સવારે માંગરોળ સબ જેલમાં જેલ ગાર્ડની ફરજ પ
.
જેથી શંકા જતા કેદી અજહર ઠેબાર દરેક પાછળથી બેટરી તથા સીમકાર્ડ સાથેના કીપેડ મોબાઇલ ફોન સાથે મળી આવ્યો હતો. આ અંગે જનકસિંહ સિસોદિયાએ ફરિયાદ કરી મોબાઈલ ફોન જેલમાં લાવવા પર પ્રતિબંધ હોય તેમ છતાં અનઅધિકૃત રીતે જેલમાં ઘુસાડી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.