ડૉ. હરીશ રાબા (ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડીથી 235 કોલેજોને પ્રાઈવેટ એકેડમીની ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટમાં રૂ. 500 એન્ટ્રી ફી ભરી વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે કહેવાયું. જ્યારે ન
.
આ અંગે ઇન્ચાર્જ કુલસચિવનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. કુલસચિવે કહ્યું કે, ખાનગી એકેડેમીની ટુર્નામેન્ટનો ઈ-મેઈલ ન થઈ શકે. જોકે, સમગ્ર હકીકત જાણીને આપને જવાબ આપી શકું.
ડૉ. કમલસિંહ ડોડિયા (ઇન્ચાર્જ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
235 કોલેજોને ઈ-મેઈલથી ચેસ રમવાનું આમંત્રણ મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના ઓફિશિયલ ઈ-મેઈલ આઇડી પરથી યુનિવર્સિટી સંલગ્ન 235 જેટલી કોલેજોને ઈ-મેઈલ કરવામાં આવ્યા હતા. આ ઈ-મેઈલમાં સાનવી ચેસ ટુર્નામેન્ટ 2024-25 યોજાવાની છે, જે અંગે વિદ્યાર્થીઓએ જાણ કરવી એવું લખ્યું હતું અને આ ઈવેન્ટની સંપૂર્ણ માહિતી આપતી પીડીએફ પણ અટેચ કરવામાં આવી હતી. આ ઈ-મેઈલનો સ્ક્રિનશોટ પણ સામે આવ્યો છે, જેને જોઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાનગી એકેડમીને પ્રમોટ કરી રહી હોય એવું દ્રશ્ય સર્જાયું છે.
ઇ-મેઇલ ક્લાર્કે કર્યો હશે એવો ખુલાસો આપ્યો આ બાબતે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાને ફોન કર્યો તો પહેલા જણાવ્યું કે, આ બાબતે મને ખ્યાલ નથી પરંતુ, થોડીવાર રહીને આ બાબતે ખુલાસો આપતા જણાવ્યું કે, આ ઇ-મેઇલ ક્લાર્ક દ્વારા કરવામા આવ્યો હશે પણ આ પ્રકારે ઈ-મેઈલ ન કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી હતી. જોકે, તે ક્લાર્કનું નામ આપ્યું ન હતુ. જેથી, આ સમગ્ર ખૂલાસો ગળે ઉતરે તેમ નથી.
આર્ચરીનુ મેદાન ભાડું લીધા વિના આપી દેવાયાનો વિવાદ અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આર્ચરી કોચને વિનામૂલ્યે મેદાન ઉપયોગ માટે આપી દેવાયાના ભાસ્કરના અહેવાલ બાદ શારીરિક શિક્ષણ નિયામકે કોચ ધનરાજ જાનીને રૂબરૂ બોલાવ્યા હતા અને તેમની પાસેથી 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધીના રૂ. 56,640નું ભાડું લીધું હતુ. જોકે, આ પહોંચ ભાસ્કરના અહેવાલ બાદ જ બનાવવામાં આવેલી હોવાનો ખુલાસો થયો હતો. જેની પુષ્ટિ કરતા શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ અગાઉ જણાવ્યું હતું કે, કોચ પાસેથી 3 માસનું ભાડું લેવામાં આવેલું છે અને અઠવાડિયા પહેલાથી જ ત્યાં તાલીમ શરૂ કરાવવામાં આવી છે. આ કોચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને કોલેજોના ખેલાડીઓને વિનામૂલ્યે તાલીમ આપવી પડશે એવો ઠરાવ કરવામા આવેલો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તાલીમાર્થીઓ પાસેથી માસિક ફી શરૂ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનમા દરરોજ સવારે 5થી 8 અને સાંજે 4થી 6 વાગ્યા સુધી પોલીસ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મેળવતા ખેલાડીઓ પાસેથી પણ ફી લેવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. 200 જેટલા વિદ્યાર્થીઓ અહીં દોડ અને જંપ સહિતની પ્રેક્ટીસ માટે આવે છે. જેથી, વિદ્યાર્થી દીઠ માસિક રૂ. 118 ફી લેવાનું હવે શરૂ કરવામા આવ્યું છે.
16 મેદાનોમાં કાયમી કોચની નિમણૂક કરવાની ચર્ચા ઊઠી આ સાથે જ યુનિવર્સિટી સાથે જોડાયેલા ખેલકૂદના કોચમાં પણ ચર્ચા ઉઠી હતી કે, જો યુનિવર્સિટીમાં ખેલકૂદના આંતરરાષ્ટ્રીય કક્ષાના 2 સહિત 16 મેદાનોમાં કાયમી કોચની નિમણૂક કરવામાં આવે તો ખેલકૂદના તમામ મેદાનોનો ઉપયોગ થઈ શકે અને યુનિવર્સિટી તેમજ સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સૌરાષ્ટ્રની આ વિશ્વ વિદ્યાલયનું નામ રોશન કરી શકે.