આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરાઈ રહ્યું છે. જેમાં રાજપુરા ગામના કેટલાક લોકોએ કામગીરીનો વિરોધ કરી માટી લઈ જતા ડમ્પરોને રોકતા વિવાદ થયો છે. ગ્રામજનોએ ડમ્પરની અવરજવર માટે અલગ રોડનો ઉપયોગ કરવાની માગ મૂકી કામગીરી રોકાવી હતી.
.
ગયા વરસે શહેરમાં આવેલા વિનાશક પુર બાદ પૂરની તીવ્રતાને ઓછી કરવા માટે વિશ્વામિત્રી નદી અને ઊંડી અને પહોળી કરવા સાથે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરને પણ ઊંડું કરાઈ રહ્યું છે. ત્યારે મંગળવારે પ્રતાપપુરા સરોવર નજીક રાજપુરા ગામના રહીશોએ માટી ભરીને જતા ડમ્પરને રોકી વિરોધ કર્યો હતો. રહીશોએ સ્કૂલ અને તેની આસપાસના વિસ્તારમાંથી જતા ડમ્પરનો વિરોધ કર્યો હતો અને બીજા રસ્તાનો ઉપયોગ કરવા માંગ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી