રાજકોટમાં પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટનાં ગોંડલ તાલુકાનાં સુલતાનપુર પોલીસ મથકના ASI દ્વારા દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપીને મારકુટ નહીં કરવા માટે રૂ. 40,000ની લાંચ માંગી હતી. જોકે, આરોપીએ ACBનો સંપર્ક કરતા છટકું ગોઠ
.
એસીબીએ 40 હજારની લાંચ લેતા લોકરક્ષક ઝડપાયો પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી સામે સુલતાનપુર પોલીસ મથકમાં પ્રોહીબિશનનો ગુનો નોંધાયો હતો. જેને પગલે તેની સાથે મારકુટ નહીં કરવા અને પાસામાં નહીં ધકેલવા ASI પુરણચંદ્ર કલુરામ સૈનીએ રૂ. 40,000 લાંચ માંગી હતી. જોકે, લાંચ આપવા ન ઇચ્છતો હોવાથી આરોપીએ એસીબીનાં ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરી હતી. તેની ફરિયાદને આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ASI રજા ઉપર હોવાથી સુલતાનપુર પોલીસ મથકમાં લોકરક્ષક શિવભદ્રસિંહ સરદારસિંહ વાઘેલાએ ફરિયાદી સાથે આ અંગેની વાતચીત કરી રૂ. 40,000ની લાંચ સ્વીકારતા જ એસીબીએ લોકરક્ષક શિવભદ્રસિંહ વાઘેલાને રંગેહાથ દબોચી લીધો હતો.
દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસે લાંચ માંગી એસીબી દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં લોકરક્ષક શિવભદ્રસિંહે આ લાંચની રકમ ASI પુરણ ચંદ્ર સૈનીનાં કહેવાથી સ્વીકારી હોવાનું કબુલ્યું હતું. મુખ્ય આરોપી ASI રજા ઉપર હોવાથી હાજર નહીં મળી આવતા હાલ એસીબીએ તેની શોધખોળ શરૂ કરી છે. જ્યારે લાંચની રકમ સ્વીકારતા ઝડપાયેલા લોકરક્ષક શિવભદ્રસિંહ સામે પોતાના રાજય સેવક તરીકેના હોદાનો દુરુપયોગ કરી એકબીજાની મદદગારી કરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.