ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સિઝન 2024-25માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છ
.
ટેકાના ભાવે ખરીદી તા.6 નવેમ્બર, લાભ પાંચમથી તા.15 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે. બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રુ.300નું બોનસ આપવામાં આવશે. નોંધણી માટે જરુરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7, 12, 8-અની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવી.ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી હોય તે ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવું. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટિફિકેશન દ્વારા જ જથ્થો ખરીદ થશે. નોંધણી કરાવતી વખતે માગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટસ અપલોડ થાય તે વખતે ધ્યાનમાં રાખવાનું કે, તે સુવાચ્ય અને સ્પષ્ટ હોય. ડોક્યુમેન્ટસની ચકાસણી વખતે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવશે તો જે-તે ખેડૂતો ક્રમ રદ થશે અને ખરીદી માટે તેની જાણ નહીં કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 સંપર્ક કરવો.
અનાજમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 300નું બોનસ આપવામાં આવશે