Rahul Gandhi Visit In Gujarat : ગુજરાતના સુરત ખાતે આવતીકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવાના છે, ત્યારે રાહુલ ગાંધી પણ આવતીકાલે 7 માર્ચથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે. રાહુલ આ બે દિવસ દરમિયાન અમદાવાદની હયાતમાં રોકાશે.
રાજ્યમાં આવતીકાલે 7 માર્ચથી બે દિવસ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠક મળશે. જેમાં રાહુલ ગાંધી કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.
રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે
રાહુલ ગાંધી 7 માર્ચ, 2025ના રોજ સવારે 9:30 વાગ્યે અમદાવાદના એરપોર્ટ પહોંચશે અને 10 વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જશે. આ દરમિયાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે. જ્યારે બપોરે 2 વાગ્યે 44 જિલ્લા અને શહેર પ્રમુખ, બપોરે 3 વાગ્યે તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે. રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે.
આ પણ વાંચો: સુરતીઓ આવતીકાલે રસ્તા બદલી કાઢજો, PMની મુલાકાતને લઈને અનેક રસ્તા-સિટી બસો રહેશે બંધ
જ્યારે 8 માર્ચ, 2025ના રોજ સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.