Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી તૈયારી શરૂ કરવાના મૂડમાં જોવા મળી રહી છે. ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર પાર્ટીને મજબૂત કરવા ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. જે હેઠળ રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે રાહુલ ગાંધી મોડાસાની મુલાકાત લેશે. હાલ રાહુલ ગાંધી જમીન માર્ગે મોડાસા જવા નીકળી ગયા છે. અહીં તેઓ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરશે. રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાર્યક્રમના સ્થળે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદના જુહાપુરામાં કારચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા, ટોળાના મારથી મોતની આશંકા
રાહુલ ગાંધીના મોડાસા કાર્યક્રમની વિગત
આ પણ વાંચોઃ અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે મચાવ્યો આતંક, વીડિયો વાઇરલ
બપોરે 3:40 એર ઈન્ડિયાની ફ્લાઇટથી દિલ્હી જવા રવાના
નોંધનીય છે કે, મંગળવારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી નિરીક્ષકોની નિમણૂંક કરી તેમને જિલ્લાની ફાળવણી કરી દીધી હતી. ગુજરાતમાં દરેક જિલ્લામાં એક કેન્દ્રીય નિરીક્ષકની સાથે 4 ગુજરાતના નિરીક્ષકો હેશે. આ નિરીક્ષકો 23 એપ્રિલથી 8 મે સુધી જિલ્લામાં જશે. જેને 10 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે.