કોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે રાહુલ ગાંધી મોડાસાની મુલાકાતે છે, જ્યાંથી તેઓ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરશે. સમગ્ર દ
.
રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે રાહુલ ગાંધીના રૂટનું રિહર્સલ પણ કર્યું હતું. કાર્યક્રમ સ્થળે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાહુલ ગાંધીના મોડાસા કાર્યક્રમની વિગત
- 8:30 વાગ્યે અમદાવાદથી બાય રોડ મોડાસા જવા નીકળશે
- 10:30 વાગ્યે મોડાસા પહોંચશે
- 10:30થી 11:00 વાગ્યા સુધી અરવલ્લી જિલ્લાના સિનિયર કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરશે
- 11:15થી 12:15 વાગ્યા સુધી જિલ્લા કોંગ્રેસ કાર્યકરોના સંમેલનમાં ભાગ લેશે
- 12:15થી 1:00 વાગ્યા સુધીનો સમય આરક્ષિત રાખવામાં આવ્યો છે
- 1:00 વાગ્યે અરવલ્લીથી બાય રોડ અમદાવાદ જવા નીકળશે
- 3:00 વાગ્યે અમદાવાદ પહોંચશે
- 3:40 વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઈટથી દિલ્હી રવાના થશે
ગઈકાલે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનમાં બેઠકો કરી, જિલ્લા નિરીક્ષકોની નિમણૂંક કરી જવાબદારી સોંપી રાહુલ ગાંધીએ ગઈકાલે રાજીવ ગાંધી ભવનમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠકો કરી હતી, જેમાં જિલ્લા નિરીક્ષકોની નિમણૂંક કરી જવાબદારી સોંપી દીધી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકોની ટીમ બનાવી છે. જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. ત્યાર બાદ 45 દિવસમાં એટલે કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે.
AICCના નિરીક્ષકોને જિલ્લાની ફાળવણી કરી દીધી છે અને પ્રદેશના નિરીક્ષકો ક્યા જિલ્લામાં જશે તેનો નિર્ણય પ્રભારી લેશે. આ નિરીક્ષકો 23 એપ્રિલથી 8 મે સુધી જિલ્લામાં જશે. જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય લેશે ત્યાર બાદ સામાજિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી નામો નક્કી કરાશે.
ભાજપ સાથે કોમ્પિટિશન કરવાની છે, અંદરો અંદર કરશો નહીં: રાહુલ ગઈકાલે અમદાવાદમાં પ્રદેશ કાર્યાલયે પ્રથમ બેઠક બાદ યોજ્યા બાદ રાહુલ ગાંધીએ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશના નેતાઓ સાથે કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજી હતી. રાહુલ ગાંધી 6.20 વાગ્યાથી 6.50 સુધી એમ 30 મિનિટ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી હતી. સિનિયર નેતાઓથી લઈ યુવા નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, મધુસુદન મિસ્ત્રી સિદ્ધાર્થ પટેલ જેવા સિનિયર નેતાઓ પણ હાજર હતા. બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ટકોર કરી હતી કે, આપણે ભાજપ સાથે કોમ્પિટિશન કરવાની છે, અંદરો અંદર કરશો નહીં. આ બેઠક બાદ રાહુલ ગાંધી હોટલ હયાત જવા રવાના થયા હતા.
રેસ અને જાનના ઘોડા અલગ તારવવા કવાયત 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે છે.
અમદાવાદમાં કોંગ્રેસની કો-ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ નેતાઓને આપેલી સ્પષ્ટ સૂચના
- તમામ મોટા નેતાઓની જવાબદારી ફિક્સ કરી કામગીરી સોંપાશે.
- યોગ્ય કામગીરી કરનાર નેતાઓને જ પ્રમોશન મળશે.
- યોગ્ય જવાબદારી નહીં નિભાવનાર નેતાઓને હોદ્દા નહીં મળે.
- માત્ર ચૂંટણી વખતે સક્રિય થતા નેતાઓને ટિકિટ નહીં મળે.
- લોકોની વચ્ચે રહેનાર કાર્યકર કે નેતાઓને જ ઉમેદવાર બનાવાશે.
- સારી કામગીરી કરનાર જિલ્લા પ્રમુખને સરકાર બને મંત્રી પણ બનાવાશે.