રેલવેમાં થયેલા મોટા ભરતી કૌભાંડના તાર વડોદરાના જ્વેલર્સ સુધી પહોંચ્યા છે. અલકાપુરી વિસ્તારમાં આવેલા ધનરાજ જ્વેલર્સનું નામ સામે આવ્યું છે. રેલવે અધિકારી એસ.કે.તિવારીએ જ્વેલર્સ રાજેન્દ્ર લાડલાનો સંપર્ક કર્યો હતો. વગર બિલે 400 ગ્રામ સોનુ ખરીદવાનું જણાવ્
.
આ અધિકારીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે વડોદરા પશ્ચિમ રેલવેના DPO ડિવિઝનલ પર્સનલ ઓફિસર અંકુશ વાસન પશ્ચિમ રેલવે મુંબઈના CDOM સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર સંજય કુમાર તિવારી જેવો અગાઉ વડોદરા ખાતે ડેપ્યુટી ઓપરેશન્સ મેનેજર પશ્ચિમ રેલવે તરીકે નિયુક્તિ પામ્યા હતા તેમજ સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ નીરજ સિંહા, મુકેશ મીણા સહિત ખાનગી વ્યક્તિ આણંદ ગુજરાત અને પશ્ચિમ રેલવે વડોદરાના અન્ય અધિકારીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે.
ઉમેદવારોને પાસ કરાવવાની ખાતરી આપી હતી આ તમામ અધિકારીઓ જુદા-જુદા લોકો પાસેથી મદદગારી મેળવીને ઉમેદવારો પાસેથી પૈસા વસૂલ કરી રેલવેની વિભાગીય પરીક્ષાઓમાં હાજર રહેનાર ઉમેદવારોને પાસ કરાવવાની ખાતરી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 13 ફેબ્રુઆરીના રોજ DPO અંકુશ વાસને, CDOM સંજય તિવારીને પશ્ચિમ રેલવે દ્વારા યોજાનારી મર્યાદિત વિભાગ પરીક્ષામાં પસંદગી માટે રકમ આપવા તૈયાર હોય એવા ઓછામાં ઓછા 10 જેટલા ઉમેદવારોની યાદી તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. જેમાં અંકુશ વાસને એસ.કે.તિવારીને મુકેશ મીણાનો સંપર્ક કરવા અને તેમની પાસેથી રકમ લેવા માટે સૂચના આપી હતી.
5 ઉમેદવારો પાસેથી રકમ વસૂલી લીધી હતી ત્યારબાદ સમગ્ર રચાયેલા આ કાવતરાને આગળ ધપાવી સંજય તિવારીએ મુકેશ મીણા સાથે રસ ધરાવતા ઉમેદવારો વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેણે પાંચ જેટલા ઉમેદવારો પાસેથી રકમ વસૂલી હતી અને એકત્રિત કરેલી રકમ નક્કી કર્યા મુજબ તેના દ્વારા સીધી એસ કે તિવારીને સોંપવામાં આવશે. તપાસ દરમિયાન મુકેશ મીણાએ જણાવ્યું છે કે, તે આગામી સોમવારે આણંદમાં હશે. ત્યારબાદ તરત જ અંકુશ વાસન અને એસ કે તિવારી વચ્ચે ચર્ચા થઈ, જેમાં અંકુશ વાસને સોમવારે 17 ફેબ્રુઆરીના દિવસે જ્યારે મુકેશ મીણા આણંદ પહોંચ્યા ત્યારે તેની પાસેથી ગેરકાયદેસર રોકડ રકમ એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

તબીબી તપાસ સહિત પસંદગી માટેનો ચાર્જ 4-5 લાખ હતો વધુમાં એમ પણ જાણવા મળ્યું છે કે, 13 ફેબ્રુઆરીના રોજ નીરજ સિંહાએ સંજયકુમાર તિવારીને જાણ કરી હતી કે, તેણે પસંદગી માટે રૂપિયા આપવા તૈયાર ચાર જેટલા ઉમેદવારો તૈયાર કરી લીધા છે. જોકે, તેમાંથી માત્ર ત્રણ ઉમેદવારો પાસેથી જ નક્કી કરેલ રકમ લેવામાં આવી છે અને બાકીના ઉમેદવાર 14 ફેબ્રુઆરીના રોજ રકમ આપવાની ખાતરી આપવામાં આવી હતી. 14 ફેબ્રુઆરીના રોજ મુકેશ મીણાએ એસ. કે. તિવારીને જાણ કરી હતી કે, કેટલાક અન્ય વ્યક્તિઓ ઉમેદવારો અને તેમની પસંદગીમાં મદદ કરવાનું કહી રહ્યા છે. જેમાં તબીબી તપાસ સહિત પસંદગી માટેનો ચાર્જ લગભગ ચારથી પાંચ લાખ જેટલો હતો.
રોકડના બદલામાં 400 ગ્રામ જેટલું સોનું ખરીદવુ શક્ય બનશે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ અંકુશ વાસન અને સંજય તિવારી વચ્ચે તેમના નિવાસ્થાને થયેલી બેઠક બાદ સંજય તિવારીએ રાજેન્દ્ર લાડલા ધનરાજ જ્વેલર્સ માલિકનો સંપર્ક કર્યો હતો. જેમાં સંજય તિવારીને પૂછ્યું હતું કે, તેમના એક મિત્ર માટે કોઈ ઇન્વોઈસ જનરેટ કર્યા વિના રોકડના બદલામાં લગભગ 400 ગ્રામ જેટલું સોનું ખરીદવુ શક્ય બનશે. ત્યારે રાજેન્દ્ર લાડલાએ તેમને ખાતરી આપી હતી કે, આવા પ્રકારનો વ્યવહાર ખરેખર શક્ય બનશે. ત્યારે 18 ફેબ્રુઆરીના રોજ સંજય તિવારી આણંદમાં મુકેશ મીણાની મુલાકાત લીધી હતી અને તેણે જે ઉમેદવારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેની પસંદગી માટે છેતરપિંડી કરવા માટે રોકડ રકમ મેળવી હતી. આ સમગ્ર પ્રકરણમાં DPO અંકુશ વાસન, સંજય કુમાર તિવારી, નીરજ સિન્હા, મુકેશ મીણા, ખાનગી વ્યક્તિ અને અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ ગાંધીનગર CBI અને ACBને સોંપવામાં આવી છે.

પ્રતાપનગર રેલ્વે કવોટર્સમાં DPOના નિવાસ્થાને CBI-ACBનું સર્ચ વડોદરાના પ્રતાપનગર રેલવે ડિવિઝનલ પર્સનલ ઓફિસર ના નિવાસ્થાને CBI અને ACB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ દિલ્હી પાર્સિંગની ગાડીઓ ઓફિસર્સ ક્વોટર્સની બહાર જોવા મળી હતી. મોડી રાત સુધી ટીમો દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો હતો. રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી વ્યક્તિ સહિત પાંચ લોકો સામે ગાંધીનગર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.
અચાનક ટીમો ત્રાટકતા જ અન્ય વિભાગોમાં પણ ફફડાટ ફેલાયો પ્રતાપનગર રેલવે કોલોનીમાં આવેલા ડિવિઝનલ પર્સનલ ઓફિસરના નિવાસ્થાને સર્ચ કરવામાં આવ્યું છે. એકાએક ACB અને CBIની ટીમો ત્રાટકતા જ રેલવેના અન્ય વિભાગોમાં પણ ભારે ફાફડાટ ફેલાઈ ગયો છે. એસીબી અને સીબીઆઇની ટીમો દ્વારા જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. મોડીરાત સુધી આ તપાસ ચાલી હતી. એસીબી અને સીબીઆઈના કરેલા સર્ચમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. પ્રતાપ નગર રેલવે કોટર્સ બહાર દિલ્હી પાર્સિંગની ખાનગી ગાડીઓ જોવા મળી છે.