ઇમરજન્સી 108 સેવાના કર્મીઓ સમયાંતરે નિષ્ઠાની મિસાલ પૂરી પાડતાં હોય છે. 108 આકસ્મિક સમયમાં પ્રાણરક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવાં માટે પ્રખ્યાત છે અને આ કારણે પ્રજાના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે આજે 108 કર્મચારીઓએ પ્રામાણિકતાની અન
.
108 અકસ્માતની જાણ થતાં તુરંત સ્થળ પર દોડી ગઈ હતી પ્રાપ્ત વિગત મુજબ ઘોર કળિયુગમાં અનેક ઈમાનદારી ડગાવે એવા અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે પરંતુ, પોતાની ઈમાનદારીને ડગાવ્યાં વગર ફરજ પર પ્રમાણિકપણું દાખવવાના જૂજ કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો જેતપુર 108 ઇમરજન્સી ટીમ સામે ગઈકાલે આવ્યો હતો. જેમાં રાજકોટના ધંધાદારી યુવાનને ખાસિયત ગામ નજીક અકસ્માત નડતાં મોટર સાયકલ પર કાબૂ ગુમાવ્યા બાદ આ યુવક બેભાન થયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ જેતપુર 108 ને થતાં તે મદદ માટે તુરંત સ્થળ પર દોડી ગઈ હતી.
બંને કર્મચારીઓની ઈમાનદારી ટસની મસ થઈ નહોતી સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં ઇ.એમ.ટી ઉર્વીશી વિશાણી અને પાયલોટ દિવ્યશ બારિયાને ચાલક યુવાન બેભાન થયેલો જણાયો હતો. વધુ તપાસ કરતાં તેમના મોટર સાયકલની બેગમાંથી 5 લાખનાં હીરા અને 1 લાખ રોકડા જેવી મોટી રકમ તેમજ મોબાઈલ મળી આવ્યાં હતાં. આટલી મોટી રકમ સામે આવતા કોઈપણ વ્યક્તિનું ઈમાન એક વાર ડગતાં વાર ન લાગે પણ ઇ.એમ.આર.આઈ.ના 108 ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓની ઈમાનદારી ટસની મસ થઈ નહોતી.
પરિવારે કર્મચારીઓનો આભાર માન્યો હતો 108નાં કર્મચારીઓએ બેભાન યુવાન ચેતન ચૌહાણને તાત્કાલિક સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્યારબાદ યુવાનને વધુ સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો. અહીં દવાખાના ઉપર જ યુવકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલ 5 લાખનાં હીરા અને રોકડ સહિતની તેમની ચીજવસ્તુઓ પરત કરીને એક ઉમદા ઉદાહરણ અને પ્રમાણિકતાની મિસાલ પૂરી પાડી હતી. જેને લઈને પરિવારે કર્મચારીઓનો આભાર માન્યો હતો.
કર્મચારીઓની પ્રામાણિકતાને 108નાં અધિકારીઓએ બિરદાવી અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ પરિવારની જરૂરિયાત પૂર્ણ કરવાં માનવી પાસે તનતોડ મહેનત જ માત્ર વિકલ્પ હોય છે. જેના દ્વારા તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાં મથતો હોય છે. આવી જ મહેનત દ્વારા માંડ કમાયેલાં રૂપિયા કોઇ લઇ જાય તો એવા પરિવાર પર તો ઉપર આભ અને નીચે જમીન જ વધે. આવો પરિવાર રોડ પર આવી જાય છે પરંતુ, મહેનત અને પરસેવાની કમાણીનાં કુદરત રખોપાં કરે છે. આવી જ ઇમાનદારી બતાવીને જેતપુર 108ની ટીમે કુદરતના દેવદૂત બની 5 લાખનાં હીરા અને 1 લાખ રોકડા રૂપિયા રકમ હેમખેમ તેમના પરિવારને સુપ્રત કરી હોય કર્મચારીઓની પ્રામાણિકતાને 108નાં અધિકારીઓ દ્વારા પણ બિરદાવવામાં આવી હતી.