રાજકોટ મહાપાલિકાનાં કમિશનર તુષાર સુમેરાએ તા. 31 જાન્યુઆરીએ રૂ. 3112.29 કરોડનું બજેટ સ્ટેન્ડિંગની સમક્ષ રજુ કર્યું હતું. ત્યારથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ બજેટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. આજની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો અભ્યાસ પૂર્ણ કર
.
150 કરોડનો વધારો કરવા દરખાસ્ત મૂકી પ્રાપ્ત વિગત મુજબ મ્યુ. કમિશનરે રજૂ કરેલા બજેટ પર ભાજપ શાસકોની પદાધિકારીઓની ટીમે અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ બજેટમાં મ્યુ. કમિશનરે મનપાની તિજોરીની જરૂરિયાત અને સેવાઓમાં વધુ સુધારા કરવા ઉપરાંત મહેસુલી ખર્ચાને પહોંચી વળવા જુદા-જુદા કરમાં મળી રૂ. 150 કરોડનો વધારો કરવા દરખાસ્ત મૂકી છે. હવે આવતા સપ્તાહે શાસકો અંદાજપત્રમાં જરૂરી ફેરફારો સાથે બજેટ મંજૂર કરી જનરલ બોર્ડને મોકલશે. જોકે, આ વર્ષના અંતે મનપાની સામાન્ય ચૂંટણી આવી રહી છે. આથી, પૂરી થતી ટર્મના અંતિમ વર્ષમાં શાસકો કરવેરામાં સૂચવેલો વધારો હળવો કરી લોકોને સીધી લાગુ પડે એવી યોજનાઓ ઉમેરે એવી શક્યતા છે.
બજેટ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવાશે આગામી દિવસોમાં ભાજપનાં શાસકોની સંકલન બેઠક મળશે. જેમાં બજેટને લઈને અંતિમ ચર્ચાઓ થશે અને પદાધિકારીઓ ઉપરાંત ધારાસભ્યો, સાંસદ, પ્રમુખની હાજરીમાં અમુક ફાઇનલ નિર્ણયો લેવામાં આવશે. આ પછી મંગળવાર આસપાસ બજેટ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવશે. જેમાં સુધારાઓ સાથેનું બજેટ મંજૂર કરી બહાલી માટે સામાન્ય સભાને મોકલવામાં આવશે. ત્યારબાદ જનરલ બોર્ડમાં બજેટને રજૂ કરવામાં આવશે અને જનરલ બોર્ડ દ્વારા બજેટની તમામ જોગવાઈઓને મંજુર કરવામાં આવશે.
કેટલાક નવા કામો અને યોજનાં ગત વર્ષની જેમ ઉમેરાશે મનપા કમિશનરે સૂચવેલા ડ્રાફટ બજેટમાં મિલકત વેરો, ગાર્બેજ વેરાના વધારા અને નવો ફાયર ટેક્સ મૂકવામાં આવ્યો છે. જેનો અભ્યાસ હાલ હિસાબ કિતાબ સાથે શાસકોએ પૂરો કર્યો છે. નવા ફાયર સ્ટેશન અને મોટી ભરતી ધ્યાને લેતા નવો ફાયર ટેકસ મૂકાયો છે. સફાઇ તંત્રના નવા મોટા કોન્ટ્રાકટ વચ્ચે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં પણ વધારો મૂકાયો છે તો મિલ્કત વેરાના દરમાં વધારો કરવા ભલામણ મૂકીને વેરાની આવકનો અંદાજ પણ વધારવામાં આવ્યા છે. જોકે, હવે શાસકો દ્વારા કેટલાક નવા કામો અને યોજનાં ગત વર્ષની જેમ આ ચૂંટણી વર્ષમાં શાસકો ઉમેરે એવી શકયતા છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/06/14_1738854450.jpg)
કઈ-કઈ નવી યોજનાઓ ઉમેરવી તે સહિત મહત્વનાં નિર્ણય લેવાશે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા સપ્તાહમાં દિવસભર બેઠકો યોજીને મ્યુ. કમિશનર દ્વારા સૂચવવામાં આવેલી જોગવાઈઓ અંગે ઊંડાણપૂર્વકનો અભ્યાસ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. હવે સંકલનની બેઠકમાં વેરા વધારો મંજુર કરવો કે નહીં તેમજ લોકોને લાગુ પડતી કઈ-કઈ નવી યોજનાઓ ઉમેરવી તે સહિત મહત્વનાં નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ સ્ટેન્ડિંગની બેઠક બોલાવી સુધારા સાથેનું બજેટ મંજુર કરી જનરલ બોર્ડમાં બહાલી માટે મોકલવામાં આવશે.