રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરીયા પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આજે તેઓ ધ્વજવંદન કરીને ગામના ડાયાભાઇના બાઇકમાં બેસી ઘરે જવા નીકળ્યા, ત્યારે ગ્રામ પંચાયતના ગેઇટ પાસે આંતરી ઇલ્યાસ શેરસીયા દ્વારા લોખ
.
ચેતન કથિરીયા પર લોખંડના પાઇપથી હુમલો રાજકોટના કુવાડવા નજીક સણોસરા ગામે રહેતાં રાજકોટ તાલુકા પંચાયતના ચેરમન ચેતન ચંદ્રેશભાઇ કથીરીયા (ઉ.વ.35) ઉપર પ્રજાસત્તાક પર્વની સવારે ગ્રામ પંચાયતના ગેઇટ નજીક જ ગામના જ રહેવાસી ઇલ્યાસ રહીમભાઇ શેરસીયાએ લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં પગમાં અને હાથમાં ઇજા થતાં કુવાડવા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તબિબી નિદાન થતાં હાથના અંગુઠામાં ફ્રેકચર થયાનું જણાયું હતું. બનાવ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. રજયા સહિત સ્ટફ હોસ્પિટલે પહોંચી ચેરમેન ચેતનભાઈ કથિરીયાની ફરિયાદ પરથી આરોપી ઇલ્યાસ વિરૂધ્ધ બીએનએસની કલમ 115(2), 117(2), 352, જીપીએકટ 135 મુજબ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
અગાઉની ફરિયાદનો ખાર રાખી મારી નાખવાની ધમકી આપી ચેતન કથિરીયા પ્રાથમિક શાળાએ ધ્વજવંદન કરીને ઘરે જવા ગામના ડાયાભાઇ ફાંગલીયાના મોટરસાઇકલમાં બેસીને જતા હતા, ત્યારે ગ્રામ પંચાયતના ગેઇટ પાસે જ ઇલ્યાસે તેમને આંતરી ગાળો દઇ લોખંડના પાઇપથી હુમલો કરી દીધો હતો. બનાવને પગલે આગેવાનો, ગામલોકો પણ હોસ્પિટલે દોડી ગયા હતાં. સારવાર બાદ તેમને રજા અપાઇ હતી. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં ઇલ્યાસ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હોઇ તેનો ખાર રાખી તેણે આ હુમલો કર્યાનું સામે આવ્યું છે.