રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્પેશિયલ મોનિટર બાલકૃષ્ણ ગોયલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જેમાં સૌપ્રથમ તેમણે મધ્યસ્થ જેલ ખાતે કેદીઓને મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. બાદમાં તેઓ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત PM પ્રોજેક્ટમાં પસંદગી પામેલી સરક
.
38 દિવ્યાંગ બાળકો માટે વિશિષ્ટ શિક્ષકની વ્યવસ્થા વિનોબા ભાવે શાળાની મુલાકાત દરમિયાન ગોયલે બાળકોને આપતા મધ્યાહન ભોજનના અનાજ તેમજ ભોજનની ચકાસણી કરી શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. આ સાથે બાળકોની મુલાકાત કરી, ઉત્સાહસભર સંવાદ કરી બાળકોને કારકિર્દી માર્ગદર્શન પણ આપ્યું હતુ. ગોયલે શિક્ષકોને કહ્યું હતું કે, બાળકોને શિક્ષકો અને શિક્ષણ ગમવા જોઈએ. ભણતર ભારપૂર્વકનું ન લાગવું જોઈએ. માત્ર કોર્ષ પૂરો કરાવવો એ જ શિક્ષકોની જવાબદારી નથી. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને લઈ તેમને પડતી મુશ્કેલીઓ અને તેમના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે પણ શિક્ષકોએ સતત સચેત રહેવું જોઈએ. તેમણે વિનોબા ભાવે પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતા 38 દિવ્યાંગ બાળકો માટે વિશિષ્ટ શિક્ષકની વ્યવસ્થા કરવા જિલ્લા શિક્ષણ અધિકારી પટેલને તાકીદ કરી હતી.
વિશેષ કેમ્પ યોજવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને સૂચના આપી આ ઉપરાંત રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમની મુલાકાત દરમિયાન સ્પેશિયલ મોનીટર ગોયલે વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ભોજન, દવા અને અન્ય સુવિધાઓ વિશે ચર્ચા કરી હતી. આશરે 40 જેટલા વૃદ્ધોને વૃદ્ધ પેન્શન અપાવવા માટે વિશેષ કેમ્પ યોજવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને તેમણે સૂચના આપી હતી અને આશ્રમના સંચાલક ભાવનાબેન જોશીપુરાને દરેક વૃદ્ધની અલાયદી ફાઈલ બનાવી, નામ, કારણ, વૃદ્ધના મેડિકલ રેકોર્ડ સહિતની તમામ બાબતોની નિયમિત નોંધણી ફાઈલમાં નિભાવવા જણાવ્યું હતું.
માનવ અધિકારના તમામ નીતિ-નિયમોથી અવગત કરાવ્યા બાલકૃષ્ણ ગોયેલ સહિતનાએ રાજકોટ મધ્યસ્થ જેલની પણ મુલાકાત લીધી હતી. આ તબક્કે જેલ અધિક્ષક રાઘવ જૈનનાઓ દ્વારા આવકારી તેઓને રાજકોટ જેલની વિવિધ કામગીરી તેમજ જેલમાં ચાલતા વિવિધ પ્રકારના ઉદ્યોગથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ગોયેલ દ્વારા જેલના તમામ યાર્ડમાં રહેલ બંદીવાનોની રૂબરૂ મુલાકાત લઇ અરજો સાંભળવવામાં આવી હતી તેમજ માનવ અધિકારના તમામ નીતિ-નિયમોથી અવગત કરવામાં આવેલ હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા કરવામાં આવતી કામગીરીથી તમામ બંદીવાનોને વાકેફ કરવામાં આવ્યા હતા. તેઓની વિઝીટ દરમિયાન રાજકોટ મધ્યસ્થ જેલ પ્રશાસનની કામગીરી તથા જેલની સાફ સફાઇ, ખોરાક તથા જેલમાં ચાલતા ઉદ્યોગોની પ્રશંસા કરવામાં આવી હતી.
આ એક્ટ અંગે સ્ટાફની તાલીમનું આયોજન કરવા પણ સૂચવ્યું આ સાથે જ તેઓએ ભક્તિનગર ખાતે સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સની મુલાકાત લીધી હતી અને બાળકીઓની સલામતી, સ્વાસ્થ્ય સુવિધા સહિતના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. ગોયલે બાળકીઓને આપતા વિવિધ ભોજન, સુરક્ષા વ્યવસ્થાની વિગતો જાણી હતી. આ પરિસરમાં મુલાકાતીઓના રજીસ્ટર તેમજ અન્ય દસ્તાવેજોની ચકાસણી કરી હતી અને મુલાકાતીઓના રજિસ્ટર, હેલ્થ રજિસ્ટરને ચીવટપુર્વક નિભાવવા જણાવ્યું હતું. તેમણે સ્ટાફ સાથે વાતચીત કરીને તેમની કામગીરી જાણી હતી તેમજ સ્ટાફને જૂવેનાઇલ જસ્ટિસ એક્ટનો વધુ અભ્યાસ કરવા સૂચન કર્યું હતું. આગામી સમયમાં જરૂર પડ્યે આ એક્ટ અંગે સ્ટાફની તાલીમનું આયોજન કરવા પણ સૂચવ્યું હતું.