ખાનગી અને જાહેર ક્ષેત્રની તમામ વીમા કંપનીઓ પોલીસી ધારક પાસેથી મોટી રકમના જંગી, તોતીંગ પ્રિમીયમ નિયમિત વસુલ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિમીયમની રકમમાં બેફામ અને બેરોકટોક વધારો થાય છે. વાર્ષિક રૂ.30 હજાર થી રૂ.1 લાખ સુધીના પરિવારના ઉંચા પ્રિમીયમ મ
.
પોલીસી ધારક દર્દીઓ મેડિકલ ખર્ચાઓ પરત મેળવવા ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કાયદેસરની યોગ્ય ફરીયાદ કરી વળતર અને ન્યાય મેળવે છે. ગુજરાતની અને દેશની તમામ ગ્રાહક કોર્ટોમાં 70 ટકાથી વધુ કેસો માત્રને માત્ર મેડીક્લેઇમની રકમ મેળવવા બાબતેના હોય છે.
બીજી બાજુ સરકારે ગુજરાત સહિત દેશભરમાં વીમા લોકપાલની વ્યવસ્થા કરી છે. સરકાર નિયુક્ત વીમા લોકપાલની સીસ્ટમ સંપુર્ણ ખામીયુક્ત અને અધકચરી છે. તમામ વીમા લોકપાલની માનસિક્તા પોલીસી ધારક ગ્રાહક વિરોધી છે. વીમા લોકપાલની માનસિક્તા હંમેશા વીમા કંપનીઓ તરફી છે. વીમા લોકપાલ મોટાભાગે પોલીસી ધારક ગ્રાહકોની વીમા કંપનીઓ વિરૂધ્ધની ફરીયાદો કાઢી નાંખે છે અથવા ખુબ જ નાની, અધુરી રકમ ચુકવવાનો હુકમ કરે છે. અલબત વીમા લોકપાલના એવોર્ડથી નારાજ પોલીસી ધારક ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ગ્રાહક કમિશનમાં ફરીયાદો દાખલ કરી ન્યાય મેળવે છે. પરંતુ જે ગ્રાહકો જાગૃત નથી અને વીમા લોકપાલ દ્વારા કાયદેસરની યોગ્ય ફરીયાદો કાઢી નાંખવામાં આવતા હતાશ અને નિરાશ થઇ જાય છે. તેમજ અન્યાયનો ભોગ બને છે. ન્યાય તંત્રમાંથી વિશ્વાસ અને શ્રધ્ધા ઉડી જાય છે. જે અતિશય ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ જણાવે છે કે, સરકાર ગ્રાહક સુરક્ષા ધારો તા.24મી ડીસેમ્બર, 1986 ના દિવસે લાવી. અમે છેલ્લા 52 વર્ષથી જાગો ગ્રાહક જાગોનો ઝંડો ફરકાવી ગ્રાહક જાગૃતિ મહાયજ્ઞ પ્રજ્વલીત કર્યો છે. 1990 થી અર્થાત છેલ્લા 34 વર્ષથી ગુજરાતમાં ગ્રાહક કોર્ટો કાર્યરત છે. ત્યારે વીમા લોકપાલ દ્વારા છેલ્લા સાત મહિનામાં 2100 થી વધુ ફરીયાદોનો નિકાલ કરવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ કેટલી ફરીયાદો મંજુર કરવામાં આવી છે અને કેટલી ફરીયાદો કાઢી નાંખવામાં આવી છે. તેના આંકડા જાહેર કરવા અમારો પડકાર છે. બીજીબાજુ જે પોલીસી ધારકને વીમા લોકપાલ ન્યાય નથી અપાવી શકતા અર્થાત ફરીયાદો કાઢી નાંખે છે. તેની ફરીયાદો ગ્રાહક કમિશન મંજુર કરે છે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ વધુમાં જણાવેલ છે કે, વીમા લોકપાલ દ્વારા પોલીસી ધારક દર્દીઓની કાઢી નાંખવામાં આવેલ અસંખ્ય ફરીયાદો ગ્રાહક કમિશને મંજુર કરી છે. ગ્રાહક કમિશનમાં 90 ટકાથી વધુ સારૂ રીઝલ્ટ આવે છે અને ન્યાય મળે છે. બીજીબાજુ વીમા લોકપાલ દ્વારા 50 ટકાથી વધુ ફરીયાદો કાઢી નાંખવામાં આવે છે અને જે ફરીયાદો મંજુર કરવામાં આવે છે તેમાં પણ ગ્રાહક કમિશનની માફક પુરેપુરી રકમ મંજુર કરવામાં આવતી નથી અને ગ્રાહકોને અધકચરો અને ખંડીત ન્યાય આપવામાં આવે છે. કરોડો અસંગઠિત પોલીસી ધારકોના જાહેર હિતમાં વીમા સંબંધીત તમામ વિગતો જાહેર કરવા અને શ્વેતપત્ર પ્રસિધ્ધ કરવા પડકાર ફેંકવામાં આવ્યો છે. આથી જાગૃક્તા આવશે અને પોલીસી ધારક છેતરાતા અટકશે.