નામાંકિત ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે આઇપીસી 376 (2)(N), 506 સહિતની કલમ હેઠળ
.
ચેતેશ્વર પુજારાના સાળા વિરુદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2014માં ફેસબુકમાં જીત પાબારીની ફેન્ડ રીકવેસ્ટ આવેલ અને અમો સાથે વાતચીત ચાલુ કરેલ ત્યારથી અમો બંને સંપર્કમાં આવ્યા છીએ. ત્યારબાદ અમે બંને મિત્ર બનેલ અને તે સમયે અમો બંને ભણતા હતા અને વિદ્યાર્થી હતા, ત્યારબાદ આરોપી જીત પાબારીએ મને જણાવેલ કે મને તું પસંદ છો અને મારે તારી સાથે લગ્ન કરવા છે. જેથી મેં તેઓને જણાવેલ કે મારા મમ્મી, પપ્પા અને કુટુંબીજનો સાથે વાત કરી લ્યો જેથી જીતના માતાપિતા મારા માતા પિતાને મળેલ અને અમોના લગ્ન અંગેની વાતચીત કરેલ અને બંને પરિવારજનો લગ્ન બાબતે સહમત થયા હતા. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું સૌપ્રથમ 8 ઓકટોમ્બર 2021 ના રોજ જીતના પરિવારજનો તથા તેના કુટુંબના સભ્યો ઘરે નકકી થયા મુજબ ગોળધાણાની વિધી કરવા આવેલ અને સમાજના રીત રિવાજો મુજબ તે તમામ વિધીઓ કરવામાં આવેલ હતી ત્યારબાદ 27-01-2022ના રોજ સમાજના રીત રિવાજ મુજબ આરોપી જીત સાથે સગાઈ કરવામાં આવેલ હતી. સગાઈ થયા બાદ આરોપી જીતએ મને જણાવેલ કે હવે આપણે બંને લગ્ન કરવાના છીએ જેથી આપણે બહાર ફરવા જઈએ જેથી હું તેઓના પરિવાર સાથે તેઓના કૌટુંબીક ફંકશન માટે તેઓ સાથે દુબઈ ગયેલ હતી અને ત્યારબાદ દુબઈથી આવ્યા બાદ જીતએ જણાવેલ કે આપણે બંને લગ્ન કરવાના છીએ બહાર ફરવા જઈએ જેથી અવાર નવાર અમો બંને બહાર ફરવા જતા હતા.
હોટલમાં લઈ જઈને બળજબરી કરવાની કોશીશ કરી મારી સાથે જીતએ સૌપ્રથમવાર સીઝન્સ હોટલમાં અમારી સગાઈ વખતે બળજબરી કરવાની કોશીશ કરેલ પરંતુ ત્યારે મહેમાનો અને ઘણા બધા લોકો હોય અને મેં પ્રતિકાર કરતા તેઓએ કાંઈ કરેલ નહી. ત્યારબાદ દીવાળીના સમયમાં જીતના ઘરે ગયેલ હોય ત્યારે તેના રૂમમાં બોલાવી અને અમો સાથે બળજબરીથી શારીરીક સંબંધ બાંધી બળાત્કાર કરેલ જેથી મેં બળાત્કાર બાબતે બીજા દીવસે તેઓને જણાવેલ કે મારી ના હોવા છતા તમે મારી સાથે બળાત્કાર કરેલ અને પરાણે બળજબરીથી શરીર સંબંધ બાંધેલ જેથી તેને મને જણાવેલ કે હું તારી સાથે લગ્ન તો ક૨વાનો જ છું જેથી આવું બધુ ચાલ્યા રાખે અને તેમ કહી તેઓએ મને તેઓના મોબાઈલ ફોનમાં અમો સાથે કરેલ બળાત્કારનો વીડીયો અને ફોટોગ્રાફસ બતાવેલ હતો અને અમને કહેલ કે હવે તું આ વાત કોઈને કહેતી નહી નહીતર આ વિડીયો અને ફોટોગ્રાફસ વાઈરલ કરી દઈશ તેમ છતા અમારા વીડીયો તથા ફોટોગ્રાફસ રહેલ હોય જેથી તેઓની ધમકીથી ડરી જઈ આ વાત મે કોઈને કહેલ નહી.
ઘટના બાબતે ન કહેવા ધમકી આપી ત્યારબાદ મારા ઘરના સભ્યો બહારગામ ગયેલ હોય ત્યારે મારા ઘરે જીત આવેલ અને ઘરે કોઈ ન હોય જેથી મારી સાથે બળાત્કાર કરવાની કોશીશ કરેલ પરંતુ મેં તેઓને ના પાડતા મારી સાથે પરાણે બળજબરીથી શારીરીક સંબંધો બાંધી મારી સાથે બળાત્કાર કરેલ હતો અને અમોને કહેલ કે જો તું કોઈને કાંઈ કહીશ તો તારા ફોટા અને વિડીયો મારી પાસે છે. તે હું વાઈરલ કરી દઈશ તેમ કહી અમોને ડરાવેલ અને ધમકાવેલ હતા. આ બનાવ બાબતે મેં જીતના માતા પિતાને પણ કહેલ કે જીત મારી સાથે પરાણે બળજબરીથી શરીર સંબંધ બાંધી બળજબરી કરેલ છે. જે સમય તેઓએ કહેલ કે હવે આ વાત કોઈને કરતી નહિં અને તેના તારી સાથે લગ્ન થવાના જ છે એટલા માટે મારા પુત્રની સગાઈ તારી સાથે કરાવેલ છે. જો તું આ વાત સમાજમાં કોઈને કરીશ તો અમારો પુત્ર જીત તારી સાથે લગ્ન નહિં કરે અને સગાઈ પણ તોડાવી નાખીશું.
અંગત પળોના ફોટો વીડિયો બનાવી ધમકી આપી
સગાઈ બાદ તેમજ અગાઉ સાથે ફરવા જતા હતા ત્યારે અનેક ફોટોગ્રાફસ જીતએ બળજબરીથી પાડી લીધેલ છે તેમજ તમામ ફોટોગ્રાફસ તેઓ પાસે રહેલ છે તેમજ જીતને બળાત્કાર કરવા અંગે જે કાંઈ જણાવેલ તેની વ્હોટસઅપ ચેટ પણ મોબાઈલ ફોન લઈ ડીલીટ કરાવી નાંખેલ હતી. મારી જાણ બહાર મારા બીભત્સ ફોટાઓ તથા વીડીયો ઉતારી લીધેલ છે તે પણ હાલ તેઓ પાસે છે અને તેઓએ મને જણાવેલ હતું કે આ બધુ મેં અલગ અલગ 4 પેનડ્રાઈવમાં કોપી કરીને રાખી દીધેલ છે.
પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધ્યો મારી સાથે બળાત્કાર કરવા માટે પુર્વયોજીત કાવતરું રચી સગાઈનું બહાનું કરી મારી સાથે સગાઈ કરી ત્યારબાદ બળાત્કાર કરી અને મારા બીભત્સ ફોટા અને વીડીયો ઉતારી લીધેલ અને આ ફોટા સમાજમાં વાઈરલ કરી બદનામ કરવાની ધમકીઓ આપેલ હોય તેમજ કહેલ કે તારે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજે પોલીસ પણ મારું કાંઈ બગાડી નહિં લ્યે મારે ખુબજ ઉચી લાગવગ છે અને હવે મારે તારી સાથે લગ્ન પણ કરવા નથી તેમ કહી સગાઈ તોડી નાખેલ છે. હાલ બનાવ અંગે ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે આરોપી જીત વિરુધ્ધ આઇપીસી 376 (2)(N), 506 સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.