અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે વર્ષ 2012માં રાજકોટ રહેતા એક ટ્રેનના ટિકિટ ચેકર અને તેના પરિવાર સામે અમદાવાદ સોલા સિવિલ ખાતે તે વખતે ફરજ બજાવતી એક નર્સે આઇપીસીની કલમ 406, 420, 376, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5) મુજબ ગુનો નોંધાવ્યો હતો. કેસ સેશ
.
ફરિયાદી રજાઓમાં માતાને મળવા સુરેન્દ્રનગર જતી હતી
કેસને વિગતે જોતા આરોપી અને ફરિયાદી બંને 40 વર્ષથી વધુની વયના હતા. સોલા સિવિલમાં ફરજ બજાવતી નર્સ અમદાવાદના સરકારી ક્વાર્ટર્સમાં રહેતી હતી. તે પોતાની માતાને મળવા અઠવાડિયાના અંતે રજાઓમાં સુરેન્દ્રનગર જતી હતી. જ્યાં તેની મુલાકાત ટિકિટ ચેકર સાથે થતી હતી. ફરિયાદી મહિલાએ છૂટાછેડા લીધેલા હતા. જ્યારે ટિકિટ ચેકરે પણ પત્ની સાથે છૂટાછેડા લીધા હોવાનું કહ્યું હતું.
આરોપીના પરિવાર સાથે ફરિયાદી યાત્રાએ ગઈ હતી
બંને એકબીજાની ઓળખમાં આવતા આરોપીના પરિવાર સાથે ફરિયાદી યાત્રાએ ગઈ હતી. ત્યાંથી પરત આવતા આરોપીના કુટુંબીજનોની હાજરીમાં આરોપીએ ફરિયાદીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો હતો. યાત્રા દરમિયાન અને ત્યારબાદ અમદાવાદ કોર્ટસ ખાતે આરોપી અને ફરિયાદી વચ્ચે અવારનવાર શારીરિક સંબંધ બંધાયા હતા. જો કે, કાયદેસરના લગ્નને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. જો કે બંનેએ લીવ ઇનનો કરાર કર્યો હતો.
મકાન ખરીદવાના નામે તેની પાસેથી પૈસા લીધા હતા
ફરિયાદી આક્ષેપ કર્યો હતો કે, આરોપી અને તેની પત્ની વચ્ચે સમાધાન થઈ ગયું હતું. અમદાવાદના ઘર ખાતે રાખેલું સોનું બેંકમાં મૂકવાના બહાને આરોપીએ લઈ લીધું હતું. ઉપરાંત રાજકોટમાં મકાન ખરીદવાના નામે પણ તેની પાસેથી પૈસા લઈ લીધા હતા. એક દિવસ તે જ્યારે રાજકોટના ઘરે પહોંચી ત્યારે આરોપી અને તેની પત્નીએ ફરિયાદીને હડધૂત જ કરીને કાઢી મૂકી હતી. જેથી ફરિયાદીએ વસ્ત્રાપુર પોલીસ મથકે આરોપી પતિ-પત્ની અને તેના ઘરના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે, ઘરના સભ્યોને હાઇકોર્ટમાંથી ડીસ્ચાર્જ મળ્યું હતું.
શંકાનો લાભ આપીને કોર્ટે બે આરોપીઓને છોડી મૂક્યા
કોર્ટની ટ્રાયલમાં આરોપીના વકીલે ઉલટ તપાસમાં ફરિયાદીના આરોપી સાથેના સંબંધ પહેલાંના અન્ય સંબંધો તરફ પૂછપરછ કરી હતી. જો કે, ફરિયાદીએ તે વાતનો ઇન્કાર કર્યો હતો. આરોપીએ ફરિયાદી તરફે જમીન પણ લખી આપી હોવાનું કોર્ટની સામે આવ્યું હતું. તો બીજી તરફ આરોપીએ ફરિયાદીને લગ્નનું કોઈ વચન આપ્યું ન હોવાનું પણ કોર્ટ સમક્ષ આવ્યું હતું. જે લોકરમાં ફરિયાદીએ દાગીના મુકવાની વાત કરી હતી. તે લોકરમાંથી પણ કશું મળી આવ્યું ન હતું. આમ યોગ્ય પુરાવાના અભાવ અને શંકાનો લાભ આપીને બે આરોપીઓને કોર્ટે છોડી મૂક્યા હતા.