માણસા તાલુકાના ધમેડા ગામથી 15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે બાઈક ઉપર અપહરણ કર્યું હતું. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, આગ્રા સહિત દિલ્હી ફરવાનાં બહાને લઈ જઈ દુષ્કર્મ ગુજારવાના ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહેસાણાના ઈસમને તકસ
.
મહેસાણા જિલ્લાના ચલુવા ગામનો કરણજી ભીખાજી ઠાકોર 12મી જાન્યુઆરી 2023ના રોજ બાઈક લઈને માણસાનાં ધમેડા ગામ ગયો હતો. જ્યાંથી 15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે બાઈક પર અપહરણ કરીને નાસી ગયો હતો. જે મામલે સગીરાના પિતાએ માણસા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
આ દરમિયાન કરણ ઠાકોર સગીરાને ઉત્તર પ્રદેશ, આગ્રા તેમજ દિલ્લી ફરવા લઈ ગયો હતો. જ્યાં સગીરા ની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં 16મી જાન્યુઆરી 2023ના રોજ પરત અમદાવાદ આવી ઘરે આવતી વખતે કલોલ શેરીસા નર્મદા મુખ્ય કેનાલ નજીક એરંડાના ખેતરમાં પણ સગીરા પર કુકર્મ આચર્યું હતું. જેનાં પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી જરૂરી આધાર પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.
જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટના બીજા એડી. સેશન્સ જજ એસ. ડી. મેહતાની સમક્ષ ચાલવા પર આવતા સરકારી વકીલ સુનીલ એસ પંડ્યાએ ધારદાર દલીલ કરેલી કે, આરોપીએ ગંભીર પ્રકાર ગુનો કરેલો છે. ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતાં તેની મરજી વિરુધ્ધ આરોપીએ બળજબરીથી સંબંધ બાંધીને બળાત્કાર કર્યો હતો. સમાજમાં આવા ગુનાઓ રોજ-બરોજ બને છે અને જેથી આવા ગુનાના આરોપીને ગુનાઓમાં વધુમાં વધુ સજા અને દંડ કરવામાં આવે તો નવા ગુના કરતાં અટકે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ તેમજ 14 હજારનો દંડ ફટકાર્યો છે.