વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી પ્રદેશના પ્રવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે દમણ એરપોર્ટ ઉપર ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘ પ્રદેશ દમણ ખાતે રામ સેતુ બીચ અને નમો પથ ઉપર કરેલા વિકાસના કામોનું રાષ્
.
વલસાડ જિલ્લાના અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસના પ્રવશે આવ્યા છે. મંગળવારે દમણ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના કાફલા સાથે આવી પહોંચ્યા હતા. દમણ એરપોર્ટ ઉપર દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. દમણ ખાતે આવેલા રામ સેતુ બીચ અને દમણ નમો પથની મુલાકાત લઈને દમણના પ્રસાસક અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોનું નિરીક્ષણ કર્યું હતું. સાથે રામ સેતુ બીચ અને નમો પથ ઉપર લખપતિ દીદી યોજનાના લાભાર્થીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સ્ટોલ અર્પણ કરીને યોજનાના લાભ આપવામાં આવ્યા હતા. દમણના મહેમાન બનેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા દમણના બાળકોએ સંકૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. રાષ્ટ્રપતિએ સાંસ્કૃતિક કાર્યક્રમ ના બાળકો સાથે ફોટો પડાવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના ઝંડા ચોક ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે