વલસાડમાં વાપીના છીરી વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારનું 7 વર્ષીય બાળક તેના પિતા પાસેથી 10 લઈને 25 ડિસેમ્બરની રાત્રીએ કુરકુરે લેવા ગયું હતું. નજીકમાં રહેતા એક ઇસમે બાળકને લલચાવી ફોસલાવી નજીકની ઝાડીમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને ગ
.
રિકન્સ્ટ્રક્શનમાં આરોપીએ કહ્યો, આખો ઘટનાક્રમ પહેલા શિવાકુમાર પથ્થર ઉપર બેઠો હતો. બાળકનો અચાનક અવાજ આવતા બાળકની પાસે ગયો અને તેને ખાવા માટે વસ્તુ આપવાની લોભામણી લાલચ આપી હતી અને નજીકમાં આવેલી ખુલ્લી જગ્યામાં આવેલી ઝાડીઓમાં બાળકને લઈ ગયો હતો. જે બાદ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. એ દરમિયાન જ તેનું ગળું દબાવીને તેને પતાવી દીધું હતું, એટલે બાળક હલતું ન હતું. જેથી તાત્કાલિક નજીકમાં આવેલી ચાલીમાં આરોપી તેના રૂમ પર જતો રહ્યો હતો. ત્યારે બાળકના માતા-પિતા પણ રસ્તામાં મળ્યા હોવાની તેણે કબૂલાત કરી હતી. ચાલીના રૂમ ઉપર જઈને ત્યાંથી તીક્ષ્ણ હથિયાર (બ્લેડ) લાવીને બાળકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. ત્યારબાદ રૂમ પર પરત ફરી સૂઈ ગયો હતો અને સવારે ઊઠીને દમણ ભાગી ગયો હતો.
બાળક મરેલું પડ્યું હોય એ સ્થિતિમાં પૂતળું રખાયું હતું
ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું ચકચારી કેસમાં ઝડપાયેલા આરોપીને વાપીની સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું સક્ષમ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ડુંગરા પોલીસે ઘટના ક્રમ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન ડુંગરા PI એસ. પી. ગોહિલના નેતૃત્વમાં સક્ષમ અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન, પંચનામું કરવામાં આવ્યું હતું. જેમાં શિવાકુમાર ઉર્ફે શિવા કાંતારવિદાસે ઘટના ક્રમ વર્ણવ્યો હતો. ડુંગરા પોલીસે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ વર્ણવેલા સમગ્ર ઘટનાક્રમની ઝીણવટભરી નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
બાળકની લાશ મળતાં એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો
દમણમાંથી આરોપીને દબોચી લીધો વલસાડ SP ડો. કરનરાજ વાઘેલા અને DySP બી એન દવેના માર્ગદર્શન હેઠળ એસ પી ગોહિલના નેતૃત્વમાં ડુંગરા પોલીસની ટીમે LCB અને SOGની મદદ લઈને હત્યાના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગણતરીના કલાકોમાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે દમણથી આરોપીને ઝડપી પાડ્યો હતો, તેને વાપીની સ્પશિયલ કોર્ટમાં રજૂ કરી ડુંગરા પોલીસની ટીમે રિમાન્ડની માંગણી કતી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની સ્પેશિયલ કોર્ટના ઇન્ચાર્જ જજ વી. કે. પાઠકે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ડુંગરા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
આરોપીને લઈને પોલીસ ચાલીમાં પહોંચી હતી
રમતા બાળકને લલચાવીને ઝાડીમાં લઈ ગયો છીરી વિસ્તારમાં એક પરિવાર સાથે ભાગ્યેશ ગુલાબભાઈની ચાલીમાં ભાડાની રૂમમાં રહે છે. પરિવારનો 7 વર્ષનો દીકરો 25 ડિસેમ્બરની રાત્રે 9થી 9-30 કલાકે તેના પિતાની નાસ્તાની પાસે ખુલ્લી જગ્યામાં રમતો હતો. નજીકમાં રહેતા એક 28 વર્ષીય ઇસમે બાળકને લોભામણી લાલચ આપીને બાળકને નજીકમાં આવેલી ઝાડીઓમાં લઈ ગયો હતો. ઝાડીઓમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આરોપીએ કોઈને જાણ ન કરે તે માટે બાળકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. કોઈને કંઈ ખબર ન પડે તેમ ભાગી ગયો હતો.
ઝાડીમાં એફએસએલની ટીમ જઈને નમૂના લીધા હતા
મા-બાપ બાળકને રાતભર શોધતા રહ્યા બાળકના માતા-પિતા રાતભર બાળકની શોધખોળ કરતા રહ્યા હતા. 26 ડિસેમ્બરે બાળકના માતા-પિતાએ ડુંગરા પોલીસની ટીમને બાળક નું કોઈ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ડુંગરા પોલીસની ટીમે ઘટના સ્થળની નજીકના CCTV ફૂટેજ ચેક કરવાની અને આજુબાજુના વિસ્તારમાં ચેક કરતા નજીકમાં આવેલી ઝાડીઓમાંથી બાળકની ક્રૂરતા પૂર્વક હત્યા થયેલી હાલતમાં લાશ મળી હતી.
બાળકની હત્યા અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને પોલીસે દબોચી લીધા હતો
નિર્દયતાથી રહેંસી નાંખતાં આંતરડા બહાર આવી ગયા સાત વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાનું હાલ અનુમાન છે. જોકે, બાળકને કોઇક ધારદાર હથિયારથી (કથિત દાઢી કરવાની બ્લેડ) આરોપીએ બાળકના છાતીના ભાગેથી લઇને છેક ગુપ્તાંગના ભાગ સુધી ઊંડો ચીરો માર્યો હતો. જેમાં બાળકના પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. દુષ્કર્મ બાદ બાળક આ અંગે કોઇને કશું કહે નહીં એ ઇરાદે હત્યા કરી હતી.
જિલ્લા પોલીસ વડા પણ બાળકની લાશ મળ્યાંની જાણ થતાં દોડી ગયા હતા
બાળકના પિતાની લારી ઉપર આરોપી બેસતો પોલીસના જણાવ્યા મુજબ બાળકના અપહરણ કરવા પૂર્વેથી આરોપી બાળકની પિતાની લારી ઉપર બેસી રહેતો હતો. બાળક જ્યારે પણ લારી ઉપર આવતો તો તેની સાથે વાતચીત કરીને પરિચય કેળવવાનો પ્રયાસ કરતો હતો. આખરે 25મી ડિસેમ્બરની રાત્રિએ જ્યારે બાળક નાસ્તાની લારી ઉપર પિતા પાસે 10 રૂપિયા લઇને પરત જતો હતો, ત્યારે તેનો પીછો કર્યો અને ઝાંખરી વિસ્તારમાં લઇ ગયો હતો.
બાળકની હત્યા થઈ એ વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો હતો
કુરકુરે લેવા ગયેલું બાળક આરોપીનો સોફ્ટ ટાર્ગેટ બન્યું 25 ડિસેમ્બરની રાત્રે 9થી 9-30 કલાકે એક પરિવારનો 7 વર્ષનો પુત્ર તેના પિતા પાસેથી 10 રૂપિયા લઈને નજીકની દુકાને કુરકુરે લેવા જવાનું કહી નીકળ્યો હતો. પરંતુ પરત ન આવતાં પરિવારે આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરી હતી. રાતભર બાળકની તપાસ છતાં ન મળતાં 26 ડિસેમ્બરે પરિવારે ડુંગરા પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. ડુંગરા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન અપહરણ કરાયેલા બાળકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી હતી. પોલીસે 26મી ડિસેમ્બરે મળેલી લાશનું ફોન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરીને તેને મોતને ઘાટ ઉતારાયાનું ખુલ્યું હતું. પોલીસે શંકાસ્પદ આરોપીની અટકાયત કરી હતી. 27મી ડિસેમ્બરે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને 28મી ડિસેમ્બરે તેને કોર્ટમાં રજૂ કરતાં 3 દિવસના રિમાન્ડ મંજૂર મેળવ્યા હતા. પોલીસે 28મી ડિસેમ્બરે જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું.