દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં વાહન વ્યવહારની સુવિધા વધારવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયાએ ઝાલોદ-ગામડી રોડના નવનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રોજેક્ટ 5.71 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. રસ્તાની કુ
.
પ્રોજેક્ટ માટે સરકારે 16 ફેબ્રુઆરી 2024ના રોજ 9 કરોડની વહીવટી મંજૂરી આપી હતી. આદર્શ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવશે. પ્રોજેક્ટનું કામ 2 એપ્રિલ 2025થી શરૂ થશે અને 1 ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

