નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીની વચ્ચે સાધુબેટ પર બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફરવા માટે પ્રવાસીઓ આ વર્ષે વિક્રમજનક આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પહેલી વખત એવું બન્યું કે પ્રવાસીઓની સંખ્યા 58 લાખને પાર કરી ગઈ છે. ત્યાર
.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનો દિન પ્રતિદિન ઘસારો વધતો ઉજાઈ રહ્યો છે. હાલમાં પણ સંખ્યા આજે છેલ્લા બે મહિનામાં ખૂબ વધી હતી. રોજના પ્રવાસો 20થી 25 હજારની ઉપર આવતા હતા. રજાના દિવસમાં આ આંકડો 50થી 70 હજારને પાર કરી જતો હતો. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ થયા બાદ અત્યાર સુધીમાં બે કરોડની ઉપર પ્રવાસીઓ આવી ચૂક્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ 31 ઓક્ટોબર 2018ના દિવસે થયું હતું. ત્યારે બાદ વર્યોનાં આંકડા પર નજર નાખીએ. 2018ના વર્ષ દરમિયાન 4.53 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. એટલે કે 2018ના વર્ષના ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા સાડા ચાર લાખને પાર કરી ગઈ હતી.
2019ના વર્ષ દરમિયાન 27.45 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. 2020ના વર્ષમાં કોરોના કાળ હતો. જેના કારણે પણ પ્રવાસીઓની સંખ્યા થોડી ઘટી હતી. તો પણ 12. 81 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. 2021ના વર્ષમાં 34.29 પ્રવાસીઓ આવ્યા હતા. 2022ના વર્ષમાં 41.32 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. 2023ના વર્ષમાં 51,20,000 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.
આમ દિન પ્રતિદિન સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રવાસીઓની સંખ્યા વધતી જઈ રહી છે, પરંતુ 2023, 2024ના વર્ષે તમામ રેકોર્ડ તોડીને પ્રવાસીઓ આવ્યા છે. 58 લાખ 25 હજાર ઉમટી પાડ્યા છે. ત્યારે 2018થી અત્યાર સુધી મેં પ્રવાસીઓને સંખ્યાનો આંકડો જોઈએ તો બે કરોડ કરતાં પણ વધારે પ્રવાસીઓ નર્મદા જિલ્લાના કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફરવા આવી ચૂક્યા છે. જે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ગણી શકાય છે.
યુએસ થી આવેલા અમદાવાદના પ્રવાસી પ્રિયકા પટેલએ જણાવ્યું કે, અમે યુએસથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા છે. અહીંયા ખૂબ સરસ જોવાની જગ્યા છે. મ્યુઝિયમ, જુંગળસફરી, ગાર્ડન વગેરે છે અને ચોખ્ખાઈ પણ ખૂબ સારી છે. ખૂબ સારો અહીંયા વિકાસ થયો છે.
નાગપુરથી આવેલા પ્રવાસી અર્જુન અબ્લાંકર જણાવ્યું કે, અમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ જોયું છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ ખૂબ જ સારું છે. અહીંયા ચોખાઈને મેનેજમેન્ટ ખૂબ સારું છે અને જંગલ સફારીમાં પક્ષી, પ્રાણી ખૂબ નજીકથી જોયાએ ખૂબ સારું છે. અહીંયા નેચરલ વાતાવરણ પણ ખૂબ સારું છે.