ભુજ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2024-25માં વેરા વસૂલાતમાં નવો કીર્તિમાન સ્થાપ્યો છે. પાલિકાએ આ વર્ષે કુલ રૂ. 22.91 કરોડની રેકોર્ડ વસૂલાત કરી છે. આ રકમમાં પ્રોપર્ટી ટેક્સના રૂ. 19.60 કરોડ, વ્યવસાય વેરાના રૂ. 1.88 કરોડ અને દુકાન ભાડા તથા હોર્ડિંગ્સના રૂ. 1
.
ટેક્સ કમિટીના ચેરમેન બિંદીયાબેન ઠક્કરે શહેરની જનતાનો આભાર માન્યો છે. વેરા વસૂલાતની કામગીરી ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડો. અનિલકુમાર જાદવના માર્ગદર્શન હેઠળ ચાલી હતી. ટેક્સ સુપરિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાની ટીમે આખું વર્ષ સઘન કામગીરી કરી હતી.
નાગરિકોની સુવિધા માટે જાહેર રજાના દિવસોમાં પણ વેરા વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. પાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર સહિત તમામ ચૂંટાયેલા નગરસેવકોએ આ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે ઈ-નગર 15 એપ્રિલ 2025થી શરૂ થશે. એપ્રિલથી જૂન 2025 સુધી મિલકત વેરા પર 10% રિબેટ આપવામાં આવશે. આ અંગેની જાહેરાત સમાચારપત્રો મારફતે કરવામાં આવશે.