તહેવારો ટાણે હલવાઈ કે ફરસાણના વેપારીઓ ખાદ્યચીજોમાં વધુ નફો કમાવવાની લાલચે હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે આવા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સક્રિય થતું હોય છે. આજે મોડાસાના મેઘરજ રોડ પર આવેલી એ
.
મોડાસાના મેઘરજ રોડ પર આવેલી મધુરમ્ સ્વિટ્સ એન્ડ ફરસાણની દુકાનમાં વેચાતી ચીજવસ્તુઓમાં દુર્ગંધ આવતી હોવાની ગ્રાહકોની ફરિયાદ આધારે આજે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મધુરમ્ સ્વિટ્સની દુકાનમાં રેડ કરી સક્કરપારાના નમૂના લઈને સીઝ કર્યા હતા. જે પરીક્ષણ અર્થે લેબમાં મોકલાશે અને લેબમાંથી જે કાંઈ રિપોર્ટ આવશે એ આધારે દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે એમ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી એમ એ ગણાવાએ જણાવ્યું હતું.