વડોદરા શહેરમાં અવાર નવાર વિવિધ વિસ્તારોમાં પાણીની ટાંકીની સફાઈને લઈ પાણી પુરવઠા વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે આગામી તારીખ 24ના રોજ શહેરના પૂર્વ વિસ્તારમાં ટાંકી-સંપની સફાઈના કારણે આજવા ટાંકીથી પાણી મેળવતા હજારો લોકોને પાણી મળશે
.
24મી તારીખે સાંજે પાણીથી વંચિત રહેવું પડશે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી આજવા પાણીની ટાંકી ખાતે સંપ અને ટાંકીની સફાઈની કામગીરી સહિત ટાંકીથી વ્યાસની જોડાણની કામગીરીનું આયોજન કરવા અંગે આગામી તા.24મીએ સાંજે આજવા ટાંકીના તમામ ઝોનના હજારો સ્થાનિક રહીશોને પાણીથી વંચિત રહેવું પડશે. તા. 25મીએ પાણી ઓછા પ્રેશરથી અપાશે. સ્થાનિક રહીશોએ જરૂરી સગવડ કરવાની રહેશે.
25મીએ સોમવારે સાંજના સમયનું પાણી આપી શકાશે નહીં ઉલ્લેખનીય છે કે, આજવા ટાંકી ખાતે સંપ અને ટાંકીની સફાઈની અગત્યની કામગીરી તથા આજવા ટાંકીથી નીકળતી હાલની 700 મીમી વ્યાસની ડીઆઈ લાઈનના જોડાણની કામગીરી સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે તા. 24મીએ સોમવારે કરાશે. જેથી આજવા વિસ્તારમાં તા. 25મીએ સોમવારે સાંજના સમયનું પાણી આપી શકાશે નહીં. જેથી આજવા ટાંકી વિસ્તારના હજારો લોકોને પાણી મળશે નહીં.
પાણીનો સંગ્રહ કરવા સૂચના આ ઉપરાંત મંગળવાર, તા. 25મીએ આજવા ટાંકીએથી પાણી ઓછા પ્રેશરથી આપવામાં આવશે. સ્થાનિકોએ અગમચેતીના ભાગરૂપે જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા પાણી પુરવઠા પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું છે.