સ્થાયી સમિતિમાં દીપક ઓપન થિયેટરની જગ્યામાં બનાવેલા અતિથિગૃહનું ભાડું અને ડિપોઝિટ નક્કી કરતાં કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસના કાઉન્સિલરે વિસ્તારમાં સામાન્યથી ગરીબ વસ્તી રહેતી હોવાથી ભાડું અને ડિપોઝિટ ઓછી કરવા માગ કરી છે.
.
વોર્ડ 13ના કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વે મ્યુ. કમિશનરને પત્ર લખી કહ્યું છે કે, દીપક ઓપન થિયેટર બનાવવા 5 કરોડનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ તેને તોડી પડાયું હતું. અમે રજૂઆત કર્યા બાદ પાલિકાએ ત્યાં અતિથિગૃહનું નિર્માણ કર્યું છે. જોકે સ્થાયીએ અતિથિગૃહનું ભાડું 15 હજાર અને ડિપોઝિટ 30 હજાર રાખવા નક્કી કર્યું છે, જે મદનઝાંપા રોડ વિસ્તારના સામાન્યથી ગરીબ વર્ગના લોકોને પરવડે તેમ નથી. જેથી તાત્કાલિક ધોરણે ભાડા અને ડિપોઝિટમાં રાહત અપાય.