ભાવનગર જિલ્લાની કલેકટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લામાં ચાલી રહેલાં વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા અને ભાવનગર દરેક ક્ષેત્રે વિકાસ સાધે તેવા પ્રયા
.
બેઠક દરમિયાન આરોગ્ય,પોષણ, શિક્ષણ, પ્રધાનમંત્રી આવાસ યોજના, માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઇવે, આંગણવાડી, મેડિકલ કોલેજ,કૃષિ, સિંચાઇ સુવિધા, મહત્વની ખેતપેદાશો-બાગાયત, વન વિસ્તાર,બંદરો, ઔદ્યોગિક વસાહતો, ઉદ્યોગો, આઇ.ટી.આઇ, રેલવે, મહાનગરપાલિકા-નગરપાલિકા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેની પ્રભારી સચિવએ ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અંગે લેવાયેલા પગલાની જાણકારી પુરી પાડી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર,ઇ.ચા.જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.