અમદાવાદ શહેરના સતત ધમધમતા સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાંથી 50 લાખથી વધુ દાગીનાની થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં ત્રાટકી શાકભાજીની માફક વીણી વીણીને દાગીનાની લૂંટ ચલાવનાર લૂંટારુઓ ફરાર થયા બાદત
.
2 જાન્યુઆરીએ બપોરે લૂંટની ઘટના બની હતી અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલીગ્રામ પ્રાઇમમાં કનકપુરા જ્વેલર્સ નામનો શો-રૂમ ભરતભાઈ લોઢિયા તથા મનસુખભાઈ ભાગીદારીમાં ચલાવે છે. ગુરુવારે( 2 જાન્યુઆરી) બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ હાજર હતા ત્યારે ત્રણ વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જ્યારે એકે હેલ્મેટ પહેર્યુ હતુ. પહેલા દાગીના ખરીદવા છે તેમ કહીને અંદર ઘૂસ્યા હતા.ગણતરીની મિનિટમાં લૂંટારૂઓએ બંદૂકના નાળચે 50 લાખથી વધુના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરીને નાસી છુટ્યા હતા. લૂંટારૂઓએ શો-રૂમમાં ઘુસીને ભરતભાઇ અને મનસુખભાઇના મોબાઇલ ફોન ઝુંટવી લીધા હતા.
200 સીસીટીવી ફંફોળીને પોલીસ લૂંટારુઓ સુધી પહોંચી પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા માટે 200થી વધુ સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા અને જેના આધારે કેટલાક શંકાસ્પદોની અટકાયત કરી હતી. આ લૂંટ કેસનો ભેદ ઉકેલવામાં સ્થાનિકોએ પણ પોલીસને ઘણો સહકાર આપ્યો હતો. લૂંટારૂઓ લૂંટ કરવા માટે આવ્યા ત્યારે એટલા ગભરાયેલા હતા કે તેઓ માત્ર ડીસ્પલેમાં રાખેલા દાગીના લૂટ્યા હતા. જો લૂંટારૂઓએ ગભરાયેલા ના હોત તો કદાચ શો-રૂમમાં રહેલા 4.80 કરોડ રૂપિયાના દાગીના પણ ચોરાઇ ગયા હોત. પોલીસે દુકાનની આસપાસના 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસતા આ ગેંગના લોકોના મોંઢા સ્પષ્ટ થયા હતા. આ ટોળકી બોપલના કાચા રસ્તેથી ભાગી હતી જેના કારણે આગળના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા નહોતા.
સિક્યુરિટી ગાર્ડે લૂંટારુઓને ટીપ આપી હતી લાખો રૂપિયાની લૂંટ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્વેલર્સ પેઢી નજીક જ ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે લૂંટારૂઓને ટીપ આપી હતી. સિક્યોરીટી ગાર્ડ લૂટારૂઓને ઓળખતો હતો જેથી તેણે ફોન કરીને લૂંટ કરવા માટે બોલાવી લીધા હતા. સિક્યોરીટી ગાર્ડે લૂંટારૂઓને સાથ આપીને આખુ કાવતરૂ ઘડ્યુ છે. પોલીસે સિક્યોરીટી ગાર્ડની અટકાયત કરીને પુછપરછ કરતા તેણે કબુલાત કરી લીધી છે. સિક્યુરીટી ગાર્ડે લૂંટ કોણે કરી અને તે ક્યાના રહેવાસી છે તેની તમામ વિગતો આપી દેતા પોલીસની એક ટીમ યુપી પહોંચી હતી ત્યાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેને અમદાવાદમાં લાવવામાં આવી રહ્યા છે.
ધોળા દિવસે થયેલી આ લૂંટના ચકચારી કિસ્સામાં અમદાવાદ જીલ્લા પોલીસને સફળતા મળી છે.અમદાવાદ જીલ્લા પોલીસે 10 શકમંદની અટકાયત કરી છે અને લૂંટમાં સંડોવાયેલા ચાર મુખ્ય આરોપીઓને યુપીથી દબોચી લીધા છે. અમદાવાદ જીલ્લા ડીએસપી ઓમપ્રકાશ જાટે દિવ્યભાસ્કરને જણાવ્યુ હતું કે આ ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો છે.