પાટણ જિલ્લાના હારીજ-સમી હાઈવે પર કઠીવાડા નજીક સોમવારે મોડી સાંજે એક ગંભીર લૂંટની ઘટના સામે આવી છે. બાઈક સવાર લૂંટારુએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી છરીની અણીએ 26 લાખ રૂપિયાની લૂંટ કરી છે.
.
ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સહિતની તમામ પોલીસ ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે જિલ્લાભરમાં હાઈવે પર ઠેર-ઠેર નાકાબંધી કરી દીધી છે.
લૂંટારુઓને પકડવા માટે એલસીબી અને એસઓજી સહિતની તમામ પોલીસ મથકની ટીમો કામે લાગી છે. આ ઉપરાંત પાટણની સરહદે આવેલા મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસે લૂંટારુઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.