વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા બરૂમાલ ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતી મહોત્સવનો આજે અંતિમ દિવસ છે. 8થી 12 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય ‘સંકલ્પ સનાતન સમારોહ 2025’માં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સત્સંગ ચાલક મોહન ભાગવતે મુલાકાત લીધી હત
.
‘આપણે અડગ રહીશું તો ધર્માંતરણના પ્રયાસ નિષ્ફળ જશે’ બરૂમાલ ધામથી RSSના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, જોરજબરદસ્તીથી લાલચ આપીને, મજબુરીનો ફાયદો ઉઠાવીને કરાવાતું ધર્માંતરણ પણ વાસ્તવમાં અત્યાચાર છે. આ ન થવું જોઈએ. કેટલાક લોકો રાજકીય પ્રભાવ વધારવા માટે ધર્માંતરણનો સહારો લઈ રહ્યા છે. મોહન ભાગવતે લોકોને ધર્માતરણનો શિકાર થતાં અટકાવવા ઉપાય પણ સૂચવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, ગમે તે રીતે આપણું ધર્માતરણ કરવાના પ્રયાસ થાય તો પણ આપણે અડર રહેવાનું છે, જો આપણે અડગ રહીશું તો ધર્માંતરણના તમામ પ્રયાસ નિષ્ફળ જશે.
પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ મહાદેવજીનો અભિષેક કર્યો બરૂમાલ ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતી મહોત્સવના પ્રથમ દિવસે એટલે 8 એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વેદ મંત્રોચ્ચાર સાથે મહાદેવજીનો અભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ મંદિર પટાંગણમાં ચાલી રહેલા મહારુદ્ર મહાયજ્ઞના દર્શન કર્યા હતા. આ યજ્ઞમાં 10 યુગલો યજમાન તરીકે જોડાયા હતા. તેમણે યજ્ઞશાળાની પરિક્રમા પણ કરી હતી.
પાંચ દિવસ આ દિગ્ગજોએ હાજરી આપી ‘સંકલ્પ સનાતન સમારોહ 2025’માં 8 એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. 9 એપ્રિલના રોજ રાજસ્થાન ભાજપ અધ્યક્ષ મદન રાઠોડ, 10 એપ્રિલના રોજ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, 11 એપ્રિલના રોજ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. જ્યારે 11 એપ્રિલના રોજ પંડિત વિનાયક શર્માએ હનુમાન ચાલીસા અને હનુમાન ચરિત્ર પર કથા કરી હતી. તો આજે અંતિમ દિવસે RSS પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા.

‘વ્યસન અને કુરિવાજો દુર કરવા ઘરે-ઘરે ધર્મનો પ્રચાર’ બારુમાલ ધામથી 8 એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બરૂમાલ સદગુરુધામે છેલ્લા 25 વર્ષથી આદિવાસી વિસ્તારમાં સેવા અને સંસ્કૃતિના વિકાસનું કાર્ય કર્યું છે. આ ધામે વ્યસન અને કુરિવાજો જેવી સામાજિક બૂરાઈઓને દૂર કરવા માટે ઘરે-ઘરે જઈને સનાતન ધર્મનો પ્રચાર કર્યો છે. આજે આ વિસ્તારના દરેક ઘરમાં ગીતા અને ગંગાજળની હાજરી જોવા મળે છે. સદગુરુધામમાં 250થી વધુ ગાયોની સેવા કરવામાં આવે છે.
‘2047 સુધીમાં ભારત વિશ્વગુરુ બનશે’ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કે આ ધામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વસુધૈવ કુટુંબકમની ભાવના અને ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પને સાકાર કરી રહ્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે સંતો અને વક્તાઓને ભારતને વિશ્વગુરુ બનાવવાના ચિંતન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે વિશ્વગુરુ બનશે.

‘વિષમ પરિસ્થિતિમાં જાતપાતના ભેદભાવ દૂર કર્યા’ બારુમાલ ધામના પરમાદર્શ આચાર્ય વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજે ઓમની ધ્વનિ ગુંજ સાથે ગુરુ મહિમાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, પહેલા અહીં રસ્તા ન હતા. કોઈ સુવિધા ન હતી. વિષમ પરિસ્થિતિમાં જાતપાતનો ભેદભાવ દૂર કરી સૌને આત્મસાત કર્યા હતા. આદિવાસીઓના ઘરે ભોજન કરી તેઓની સેવા કરી દરેક ગામ, દરેક ઝોપડીને મંદિર બનાવી સનાતન ધર્મની ધ્વજા લહેરાવી છે. આ આદિવાસી સમાજ સનાતન સંસ્કૃતિના અનુયાયી છે. વધુમાં તેમણે આશીર્વચન આપતા કહ્યું હતું કે, જીવન સાદુ અને ખાણી પીણી શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ.