સુરત શહેરના બાંધકામ જગતમાં ખળભળાટ મચાવનાર બનાવ પ્રકાશમાં આવ્યો છે. RTIની અરજીઓ કરી ખોટી-ખોટી હકીકતો રજૂ કરી બાંધકામ તોડવા ધમકાવી ખંડણી વસૂલતા ખંડણીખોરો વિરુદ્ધ સુરત પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે ઉધના પોલીસ અને સર્વેલન્સ ટીમે આવા એક ખંડણીખોર RTI કરન
.
બાંધકામ તોડાવી દેશે તેવી ધમકી આપીને મોટી રકમ ખંડણી રૂપે વસૂલતો છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં RTIના આધારે બિલ્ડરો અને સામાન્ય નાગરિકોને ધમકી આપી ખંડણી વસૂલવામાં આવી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી. જેની વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા આવા લોકો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઉધના પોલીસે આવા જ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી બાંધકામ સામે કલેક્ટર કચેરી અને સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન કચેરીમાં ખોટી હકીકત ઉભી કરીને અરજીઓ કરતો હતો. બાદમાં બિલ્ડર કે મકાન માલિકનો સંપર્ક કરી તેઓને ડરાવ્યા ધમકાવ્યા પછી બાંધકામ તોડાવી દેશે તેવી ધમકી આપીને મોટી રકમ ખંડણી રૂપે વસૂલતો હતો.
મુખ્ય આરોપી મનીષ રાણા ઝડપાયો આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર મનીષ નવીનભાઈ રાણા ઉર્ફે ઘંટીવાલા ઉંમર 43, રહે. રૂમ નં. 301, ગોપાલદર્શન એપાર્ટમેન્ટ, અમૃતનગર, હરીનગર-2, ઉધના, સુરતને ઉધના સર્વેલન્સ ટીમે ઝડપી લીધો છે. આરોપીએ અલગ અલગ ત્રણ ફરિયાદીઓ પાસેથી આ રીતે ખંડણી મેળવી હતી અને તેમની બાંધકામની કામગીરી રોકાવી દીધી હતી. સુરત ક્લેક્ટર કચેરી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં તથા સુરત મહાનગરપાલિકાની ઉધના સાઉથ ઝોન ખાતે ખોટી-ખોટી હકીકતો ઉપજાવી કાઢેલી અરજીઓ કરી બાંધકામ નહિ તોડવા બાબતે ખંડણી માંગી હતી.
ત્રણ જુદી જુદી પોલીસ ફરિયાદો નોંધાઈ આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ ગુના નોંધાયા છે. પ્રથમ ફરિયાદ – IPC કલમ 384 (ખંડણી), 506(2) (જાનથી મારી નાંખવાની ધમકી) હેઠળ નોંધાઈ. બીજી ફરિયાદ – IPC કલમ 384, 387 (મોતની ધમકીથી ખંડણી વસૂલવી), 506(2) હેઠળ નોંધાઈ. ત્રીજી ફરિયાદ – ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(2), 308(5), 351(3) મુજબ ગુનો નોંધાયો છે.
પોલીસની ચુસ્ત કામગીરી સુરત કલેક્ટર કચેરીના સ્વાગત ફરિયાદ નિવારણ વિભાગ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ આવા ખંડણીખોરો સામે કાયદેસર પગલાં લેવા સૂચનાઓ આપી હતી. ઉધના પોલીસ અને સર્વેલન્સ ટીમે આવા ગુનાઓના અંતે કાર્યવાહી શરૂ કરી હતી અને સફળતા મેળવી હતી.