રાજકોટ સહિત રાજ્યના RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આજે સતત બીજા દિવસે બંધ છે. જેને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સોફ્ટવેરમાં ખામીને કારણે આ સમસ્યા સર્જાઈ છે. રાજકોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી 2 દિવસમાં 800 વાહન ચાલકોની અપોઈન્ટમેન્ટ પાછી ઠેલ
.
બે દિવસમાં આવેલી તમામ એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરાઈ રાજકોટ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, રાજકોટમાં ગઈકાલે અને આજે એમ બે દિવસ આરટીઓનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ છે. જોકે આ ટ્રેક માત્ર રાજકોટમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં બંધ છે. સોફ્ટવેરની ખામીને કારણે આજે સતત બીજા દિવસે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી બે દિવસમાં આવેલી તમામ એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી છે. આવતીકાલે શનિવાર અને પછી રવિવારે રજા નો દિવસ છે જેથી સોમવારથી ડ્રાઇવિંગ ટેસ્ટ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
RTOનો મેસેજ ન વાંચ્યો હોય તેઓને ધક્કો ખાવો પડ્યો વધુમાં જાણવા મળતી વિગત મુજબ, સામાન્ય રીતે રાજકોટ આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોય તો તેની અગાઉથી જાણ કરવામાં આવે છે, પરંતુ આ વખતે આ પ્રકારની કોઈ જ જાણ કરવામાં આવી નથી. જેને લીધે જે વાહન ચાલકોએ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ હોવાનો મેસેજ ન વાંચ્યો હૉય તેઓને આરટીઓ ખાતે ધરમ ધક્કો થયો હતો.
વડોદરામાં પણ 450થી વધું ડ્રાઇવિંગ ટેસ્ટ પાછી ઠેલાઈ આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, વડોદરામાં પણ સૉફ્ટવેર ઇસ્યુના કારણે ટ્રેક બંધ છે. આ ગુજરાત લેવલ પ્રોબ્લેમ છે, અમારે ત્યાં ટેસ્ટ આપવા આવનારા 450થી વધુ અપોઈન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી છે.