કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના કાયદાને મંજૂરી આપતાં દેશભરમાં મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ત્યારે આજે વડોદરામાં ઇસ્કોન મંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાતનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં સંતોએ વકફ બોર્ડના કાયદાને સમર્થન આપતા પોતાના મંતવ્યો
.
‘વિઘ્નસંતોષી લોકો પોતાનો રોટલો શેકવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા’ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવચાર્યજીએ જણાવ્યું હતું કે, મુસ્લિમોની તરફેણમાં સુધારા બિલ ભારે હોબાળા બાદ કાયદો બની ગયા બાદ અનેક વિઘ્નસંતોષી લોકો હવે પોતાનો રોટલો શેકવાના ઇરાદે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે, પરંતુ ત્યાં પણ શક્ય છે કે તેમનું કાંઈ ઉપજશે નહીં.
સુધારા બિલ મુસ્લિમોના પણ સમર્થનમાં વડોદરાના ગોત્રી ખાતે ઇસ્કોન મંદિર મેદાનમાં ઉપસ્થિત સાધુ સંતો અને મહંતોએ વકફ બિલને સમર્થન આપતા જણાવ્યું હતું કે, વકફના જુના કાયદામાં અનેક ક્ષતિઓ હતી. પરિણામે કેન્દ્ર સરકારે સંસદમાં વકફ સુધારા બિલ તાજેતરમાં રજૂ કર્યું હતું. બહુમતીથી સુધારા બિલ પસાર થયું હતું અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરીની મહોર પણ વાગી ગયા બાદ કેટલાક પોતાનો રોટલો શેકવા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. જ્યારે ઉપસ્થિત લોકોને વકફ સુધારા બિલ મુદ્દે સમજ આપી હતી. આ સુધારા બિલ મુસ્લિમોના સમર્થનમાં હોવાનું પણ સંતોએ જણાવ્યું હતું.