નૂતન વર્ષે વિવિધ જ્ઞાતિઓ દ્વારા વર્ષોથી સ્નેહમિલન યોજાઈ છે. પણ મોરબીમાં સર્વધર્મ સમભાવ થકી દેશની એકતા અને અખંડિતતા જાળવવાનો હર હમેશ હકારાત્મક પ્રયાસ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નૂતન વર્ષ નિમિતે નાતજાતના ભેદ ભૂલીને દરેક સમાજ એક બને અને પરસ્પર એકતાની
.
.વિવિધ જ્ઞાતિઓનું એક સાથે સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. આ સામુહિક સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દરેક લોકોએ એકસાથે ચા, પાણી, નાસ્તો કરી એકબીજાને ગળે ભેટી ઉત્સાહભેર નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. દેશ પ્રથમના સિદ્ધાંત સાથે નાત જાતના ભેદભાવ ભૂલી સૌ સમાજ અને લોકો એકતાથી અને શાંતિથી રહે તેવા હેતુ સાથે આ સ્નેહ મિલન યોજવામાં આવ્યું હોવાનું આ અંગે યંગ ઇડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું