સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા 7 જૂન 2024ને શુક્રવારે સામાજિક પરિવર્તનની સ્વીકૃતિના ભાગ રૂપે ઉમદા કર્યા કરવામાં આવ્યું. જેમાં ટ્રાફિક સર્કલ પર સિગ્નલ પર ગાડી રોકનારા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરાયા.
.
હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા દરેક ટ્રાફિક પોઈન્ટ પર સિગ્નલ મૂકવામાં આવ્યા છે. જેનું સુરતની જાહેર જનતા દ્વારા સારી રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. જાહેર જનતાનું ટ્રાફિક અનુશાસન જોઈને કતારગામના આંબાતલાવડી ખાતે એમ. એમ. ખેની ભવનની બાજુમાં આવેલા આંબાતલાવડી ચાર રસ્તા, લક્ષ્મીકાંત વાડી (વડલો) સર્કલ અને ગજેરા સ્કૂલ પાસેના ટ્રાફિક સર્કલ પર સિગ્નલ પર ગાડી રોકીને પોતાની ફરજ પૂરી કરતાં વાહનચાલકોને બિરદાવામાં આવ્યા. જેના માટે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા દરેક વહાનચાલકોને ગુલાબનું ફુલ આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ઉપપ્રમુખ ધીરુભાઈ માલવીયા, ઉપપ્રમુખ બાબુભાઈ ગુજરાતી, મંત્રી સુરેશચંદ્ર પટેલ, સહ મંત્રી ઉમેશભાઈ ગોટી અને કારોબારી સભ્ય રાકેશભાઈ અણઘણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના કર્મચારીઓ, લાયબ્રેરીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને આસપાસની સોસાયટીના પ્રમુખ પણ સાથે જોડાયા હતા.