જામનગરમાં સંજરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના 51 દુલ્હા- દુલ્હનની સમૂહ શાદીનું ભવ્ય આયોજન કરાયું. જેમાં વિશેષ કરીયાવર આપવામાં આવશે તેમજ વિશાળ સામીયાણામાં આયોજન કરાયું છે.જ્યારે ખાસ જશને સમૂહ શાદીમાં રાજ્ય સભાના સ
.
શહેરના કાલાવડ નાકા બહાર, મોરકંડા રોડ પાસે આવેલ રૂમી પાર્કમાં વાયઝ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મરકઝ એ એહલે સુન્નતની જાન નબીરા એ આલા હઝરત, જાનશીન એ તાજુશરીઅ, શેહદા એ તાજુશરીએ, ઝેરે સદારત હઝરત અલ્લામાં અસ્જદ રઝા કાઇદે મિલ્લત કાઝીયુલ કુઝઝાત ફીલ હિંદ ખિતાબતની વિશેષ ઉપસ્થિત રહી હતી.
આ ઉપરાંત દામાદે હુઝુર કાઇદે મિલ્લત અલ્લામા મુફતી આશીફ હુશૈન કાદરી રઝવી, ખલીફા એ હુઝુર તાજુશરીઅહ હઝરત પીરે તરીકત શૈયદ અબ્દુસ્સમદ કાદરી, કાઝી એ ગુજરાત ખલીફા એ તાજુશરીઅહ હઝરત સૈયદ શલીમબાપુ કાદરી, ખલીફા એ હુઝુર તાજુશરીઅહ સૈયદ ગુલામ હુશેનબાપુ કાદરી ઇમામ જમા મસ્જિદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી પોતાની શૈલીમાં તકરીર ફરમાવી હતી.ઉપરાંત દુલ્હન માટે આમીનનો કાર્યક્રમ પઢાવવામાં આવ્યો હતા. સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતમાં 20 હજારથી વધુ વ્યકિતઓ માટે સમૂહ ભોજન (ન્યાઝ)નું કરાયું હતું.સમગ્ર કાર્યક્રમમાં લોકોનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અલ્તાફભાઈ ખફી દ્વારા બધા નું ભવ્ય સ્વાગત કરાયું હતું.
લગ્નનું રજિસ્ટ્રેશન અને સરકારી યોજનાનો લાભ અપાયો આ સમૂહ લગ્નના આયોજનમાં તમામ દુલ્હા- દુલ્હનના નિકાહનું રજિસ્ટ્રેશન અલ્તાફભાઈ ખફી દ્વારા દુલ્હન કરી આપવામાં આવ્યુ અને તમામ દુલ્હા-દુલ્હનોને સરકારી યોજના કુંવરબાઈ મામેરાનો લાભ આપવામાં આવ્યો હતો.