રાજકોટ5 કલાક પેહલા
- કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરના લાલપુરની સરકારી વિનયન કોલેજ દ્વારા બી.એ. અને બી.કોમ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધમકીભર્યો પરિપત્ર કરાયો છે. જેમાં વિકસિત ભારત @2047, G3Q 2.0 ક્વિઝમાં રજીસ્ટ્રેશન કરાવશો તો જ પરીક્ષા ફોર્મ ભરવા મળશે તે પ્રકારના શબ્દો લખાતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોસ ફેલાયો છે. દરમિયાન રાજ્યની ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીનો પરિપત્ર પણ સામે આવ્યો છે. જેમાં રાજ્યની તમામ વિશ્વ વિદ્યાલયોના કુલસચિવને પરિપત્ર કરી વિકસિત ભારત @2047માં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા દબાણ કરવામા આવ્યુ હોવાનુ સામે આવ્યુ છે.
યુનિવર્સિટી અને કોલેજોનું ફરજિયાત રજીસ્ટ્રેશન રાજ્યની ઉચ્ચ