રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ છે અને આગામી 18 નવેમ્બરથી દિવાળી વેકેશન પૂર્ણ થતાં સ્કૂલો ફરીથી શરૂ થવાની છે. સ્કૂલો શરૂ થતા ઠંડી હોવાથી વિદ્યાર્થીઓ સ્વેટર પહેરીને સ્કૂલે જશે જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યા છે અને સ્કૂલો
.
ચોક્કસ દુકાનેથી સ્વેટર ખરીદવા દબાણ ન કરવું અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ પરિપત્ર કરીને તમામ સ્કૂલના સંચાલકો અને આચાર્યોને જણાવ્યું છે કે શિયાળાની ઋતુમાં ઠંડી સાથે ઠંડા પવન પણ ફૂકાય છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવાના રહેશે. સ્કૂલ દ્વારા દબાણપૂર્વક ફરજિયાતપણે કોઈ રંગ કે આ પ્રકારના જ ગરમ કપડાં પહેરી લાવવાનો આગ્રહ ના કરવામાં આવે. જો સ્કૂલના ગણવેશમાં સ્વેટર હોય તો અમુક ચોક્કસ દુકાનેથી પણ સ્વેટર ખરીદવા દબાણ ના કરી શકાય. કોઈ સ્કૂલ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો સ્કૂલની સામે આરટીઇ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
DEO દ્વારા સૂચના મહત્વનું છે કે અગાઉ અનેક સ્કૂલો શરૂ થતાં જ અથવા વેકેશનના સમયમાં સ્કૂલ યુનિફોર્મ અને સ્ટેશનરીનું લીસ્ટ આપતી હતી. ત્યારબાદ સ્કૂલો દ્વારા ચોક્કસ દુકાનેથી જ ખરીદવા આગ્રહ કરવામાં આવતો હતો. તેજ રીતે સ્વેટર પણ ચોક્કસ દુકાનેથી ખરીદવા આગ્રહ કરવામાં આવતો હતો જેથી DEO દ્વારા વેકેશન પૂર્ણ થાય તે અગાઉ જ પરિપત્ર કરીને સ્કૂલોને સ્વેત્રનો કલર અને ચોક્કસ દુકાનેથી ફરજિયાત ખરીદી કરવાનો આગ્રહ ન કરવા સૂચના આપી છે.