કચ્છ જિલ્લામાં હોળી-ધુળેટી અને રમઝાન માસની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે પીઆઈ એમડી ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યા
.
ધુળેટીના દિવસે રમઝાન માસનો શુક્રવાર હોવાથી વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ભુજ સહિતના તાલુકા મથકો અને પૂર્વ વિભાગમાં ગાંધીધામ વિસ્તારમાં જાહેર સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુડા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યા મુજબ, છેલ્લા બે દિવસથી તમામ પોલીસ મથકના અધિકારીઓ દ્વારા ગ્રામજનો સાથે શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવી રહી છે. લોકોને સુલેહ શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. પોલીસ સંખ્યાબળ અંગેની વિગતો પાછળથી જાહેર કરવામાં આવશે.