અંબે વિદ્યાલય (હરણી)ના સરદાર પટેલ ઓડિટોરિયમમાં કેજી વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. સિનિયર કેજી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પદવી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આ વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-2026થી ધોરણ 1માં પ્રવેશ મેળવશ
.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ. શાળાના આચાર્ય શ્રીમતી દર્શના શાહે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. સમારોહમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિત શાહ, સંસ્થાના સ્થાપક ભારતીબહેન શાહ, કેજી વિભાગના નિયામક શ્રીમતી ભાવેશા શાહ, અંબે વિદ્યાલયના નિયામક શ્રીમતી મિત્તલબહેન શાહ અને અંબે જય અંબે વિદ્યાલયના નિયામક શ્રી વિવેક શાહ ઉપસ્થિત રહ્યા.

વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. શ્રી અમિત શાહે બાળકોને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા. ભાવેશા શાહે બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળાના પ્રયત્નોની સરાહના કરી. મિત્તલબહેને બાળકોને શ્રેષ્ઠ બનવા પ્રેરણા આપી.

અંબે જય અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલના CEO શ્રી ધીરજસિંહે જણાવ્યું કે આ પ્રસંગે પરિવારની એકતા અને સમર્પણની ઝલક જોવા મળી. વાલીઓની હાજરીએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો. વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત અને આંખોમાં ચમક જોવા મળી. વાલીઓએ તેમના બાળકોની પ્રગતિ જોઈને ગર્વ અનુભવ્યો.