રાપર શહેરના મુખ્ય વિસ્તાર માલી ચોકમાં આજે ગટર ઉભરાઈ હતી. દૂષિત પાણી માલીચોકથી ભૂતિયા કોઠા થઈ મોટા વાસ સુધી વહ્યું હતું. આના કારણે વેપારીઓ અને રાહદારીઓને ભારે દુર્ગંધ સહન કરવી પડી હતી.
.
2001ના ભૂકંપ બાદ પુનર્વસન દરમિયાન નગરમાં ગટર લાઈન નાખવામાં આવી હતી. આ લાઈન અઢીથી ત્રણ ઇંચની છે. જૂની અને નાની લાઈન હોવાથી વારંવાર ચોકઅપ થઈ જાય છે. નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ કરવામાં આવે છે, પરંતુ સમસ્યા કાયમી બની છે.
આજે બે કલાકની મહેનત બાદ નગરપાલિકાએ લાઈનને ફરી કાર્યરત કરી હતી. ગરમીના સમયે ગટરનું પાણી વહેતા લોકોએ મોઢે રૂમાલ બાંધીને ચાલવું પડ્યું હતું. નવી અને મોટી ગટર લાઈન નાખવાની તાત્કાલિક જરૂરિયાત છે. જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોની મુશ્કેલીઓ યથાવત રહેશે.