સુરેન્દ્રનગર જિલ્લામાં એક ચોંકાવનારી હનીટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભોગ બન્યા છે. પાટડીથી 15 કિલોમીટર દૂર ફુલકી ચોકડી પાસે આવેલા તેમના બોર પર આ ઘટના બની હતી.
.
ફરિયાદ મુજબ, આરોપી યુવતીએ પહેલા મોબાઇલ પર મીઠી-મીઠી વાતો કરી, વોટ્સએપ પર વિવિધ યુવતીઓના ફોટા મોકલ્યા અને વિડિયો કોલથી છોકરીઓ બતાવી હતી. આરોપીઓએ રૂ. 5,000 રોકડા લઈને 22 વર્ષની એક યુવતીને મોકલી, જેણે ફરિયાદી સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા અને છૂપી રીતે વિડિયો બનાવ્યો.
ત્યારબાદ ઇમરાન અને દશરથભાઇ ભલાભાઇ પટેલે આ વિડિયો બતાવી ભરત ઠક્કર મારફતે રૂ. 10 લાખની ખંડણીની માગણી કરી. જો પૈસા ન આપે તો વિડિયો વાયરલ કરવાની અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી.
પાટડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસમાં અન્ય મોટા માથાઓ પણ સંડોવાયેલા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદીના પત્ની હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય છે.