પાટણ જિલ્લાના ચાણસ્મા ગામના પ્રાચીન ગોગા મહારાજ મંદિરના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રજત જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 17મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી
.
મુખ્યમંત્રીએ મંદિરમાં દર્શન કર્યા બાદ યજ્ઞમાં આહુતિ આપી અને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, લાંબા સમય બાદ ચાણસ્મા આવવાનું થયું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને ટાંકતા કહ્યું કે વિકાસની સાથે વિરાસતને જાળવવી અત્યંત આવશ્યક છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે વિરાસત જાળવણીના કાર્યક્રમો પણ હાથ ધરવા જોઈએ.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર સહિત જિલ્લા વિકાસ અધિકારી બી.એમ. પ્રજાપતિ અને જિલ્લા પોલીસ વડા શ્રી કે. નાયી તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિ નોંધાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક માહોલ સાથે વિકાસ અને વિરાસતના સમન્વયનો સંદેશ પ્રસ્થાપિત થયો હતો.