સુરત સાયબર ક્રાઈમ સેલ અને ઝોન-2 લોકલ ક્રાઈમ બ્રાંચે ચાઇનિઝ સાયબર ગેંગ સાથે મળીને કરોડો રૂપિયા સિંગાપોર મોકલનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે.પોલીસે વેસુ સ્થિત હોટલ વી.ડી. રૂમ્સમાંથી છ આરોપીઓને ઝડપી લીધા હતા, જે સાયબર ઠગાઈથી મળેલા પૈસાને USDT ક્રિપ્ટોકરન્સ
.
આરોપીઓ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસી છે, જે લોકોને વધુ નફાની લાલચ આપીને ઠગી લેતા હતા. તેઓ વિવિધ રાજ્યોમાં કમિશન પર બેંક એકાઉન્ટ્સ ખરીદતા, અને ઠગાઈથી મળેલા પૈસા એ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવતા.સુરતમાં આ પૈસા રોકડા રૂપમાં ઉપાડીને ક્રિપ્ટોકરન્સીમાં બદલી, ત્યારબાદ ચાઇનિઝ ગેંગના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા.હાલમાં, પોલીસે તમામ છ આરોપીઓને 19 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર રાખ્યા છે અને રેકેટના અન્ય સાગરીતો અને સંપૂર્ણ સાયબર ઠગાઈ નેટવર્કના સંબંધો શોધી રહી છે.
આરોપીઓ વિરુદ્ધ IPC અને IT એક્ટની કડક કલમો હેઠળ કેસ નોંધાયો
પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 319(2), 318(4), 336(2), 338, 336(3), 340(2), 61(2), 3(5) અને IT એક્ટની કલમ 66(D) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સુરત સાઇબર પોલીસના ઈન્સ્પેક્ટર એમ.સી. નાયકનો નિવેદન
સુરત સાઈબર પોલીસ ઈન્સ્પેક્ટર એમ.સી. નાયક મુજબ, આરોપીઓ પાસેથી સંપૂર્ણ સાયબર ઠગાઈ નેટવર્કની માહિતી મેળવવા માટે તેમના CDR (Call Detail Record) અને બેંક ડિટેલ્સ મંગાવવામાં આવી છે, જે આવતા સોમવાર સુધી મળી જશે.
ઝડપાયેલા આરોપીઓ 1. શિવમ બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહ (27, ઉત્તર પ્રદેશ) 2. ધર્મારામ કેરારામ યાદવ (30, રાજસ્થાન) 3. મોહમ્મદ બાદશાહ મોહમ્મદ રફીક શેખ (24, બિહાર) 4. મોહમ્મદ સમીમ અનવર અલી અન્સારી (24, ઉત્તર પ્રદેશ) 5. સુનીલ પ્રેમારામ બિશ્નોઇ (34, રાજસ્થાન) 6. યશ રાજેન્દ્રભાઈ ભાડજા
ફરાર આરોપી:
ગૌરીશંકર (ચિત્તોડ, રાજસ્થાન)
પોલીસ હવે આરોપીઓના કનેક્શન અને સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કને બહાર લાવવા માટે વધુ તપાસ કરી રહી છે.