મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે રહેતા અને વિજાપુર તાલુકાના યુવા મોરચાના પ્રમુખ નિશાંત પટેલ વિરુદ્ધ પૈસાની લેવડદેવડ મામલે વસાઈ પોલીસ માં અરજી કરવામા આવતા પોલીસ કુકરવાડા ભર બજારમાં નિશાંત પટેલને ગાડીમાં બેસાડી જઈ પોલીસ મથક લાવી પી.આઈ દ્
.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે રહેતા અને વિજાપુર તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પટેલ નિશાંત વિષ્ણુભાઈ એ આજે રાજીનામું આપતા જણાવ્યું કે તેઓના અંગત પૈસાની લેતી દેતી મામલે તેમના વિરુદ્ધ વસાઈ પોલીસ માં અરજી કરવામા આવી હતી.જેના અનુસંધાન કુકરવાડા ની ભર બજાર માં વસાઈ પોલીસ મથકની ગાડી આવી જેમાં પોલીસે ધક્કા મૂકી કરી ગાડીમાં બેસાડી વસાઈ પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા.જ્યાં વસાઈ પોલીસ મથકના પી.આઈ એ એક તરફી વલણ અપનાવી પટેલ નિશાંત સાથે અસભ્ય વર્તન કરી અપશબ્દો બોલવામાં આવ્યા હતા.વધુમાં રાજીનામાં માં જણાવ્યું છે કે હું દિવસ રાત પાર્ટી નું કામ કરૂં છું.આ કેસમાં હું બિલકુલ નિર્દોષ હોવા છતાં હું દોષિત હોઉં એવું વર્તન કરવામાં આવતા આ કારણ થી હું પાર્ટી માંથી રાજીનામું આપું છું.