લક્ઝ્યુરીસ પાનપાર્લર તેમજ વેપારીઓને ઇ-સિગારેટનો જથ્થો પુરો પાડતા ત્રણ શખ્સની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ધરપકડ કરી છે. એસએમસીએ ગાંધીરોડની એક શોપ પર દરોડા પાડીને 9.11 લાખ રૂપિયાની ઇ-સિગારેટ ઝડપી લીધી છે. ત્રણેય ગઠિયા મુંબઇથી ઇ-સિગારેટ મંગાવતા હતા
.
ત્રણ લોકોની મુદ્દામાલ સાથે ધરપકડ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીરોડ પર આવેલા વલનદાની હવેલી ખાતે હરીઅંત ગીફ્ટ એન્ડ કીચન શોપમાં ઇ-સિગારેટનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે એસએમસીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને માસ્ટરમાઇન્ટ મનોજ જુમરાજી (રહે, શીવશક્તિ નગર, ભાર્ગવરોડ, મેઘાણીનગર), ભરતજી દરબાર (રહે, મહેસાણા જિલ્લો, વીજાપુર) તેમજ રાકેશ લાખરા (રહે, શીવશક્તિ નગર, મેઘાણીનગર)ની અટકાયત કરી હતી.
કાલુપુર પોલીસ સ્ટેશનમાં 14 સામે ફરિયાદ એસએમસીએ મનોજ જુમરાજીની દુકાન તેમજ ગોડાઉનમાં સર્ચ કરતા તેમાંથી ઇ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. એસએમસીએ તરતજ મનોજ સહિત ત્રણેય લોકોની ધરપકડ કરી હતી અને આગવી સ્ટાઇલથી પૂછપરછ શરૂ કરી હતી. મનોજ ઇ-સિગારેટ સિન્ડીકેટનો માસ્ટરમાઇન્ડ છે. જ્યારે ભરતજી અને રાકેશ તેના ત્યાં નોકરી કરે છે. મનોજના ઇશારે અમદાવાદમાં ઇ-સિગારેટનો જથ્થો આવે છે અને તેજ લક્ઝ્યુરીસ પાનપાર્લર સહિતની જગ્યાઓ પર પહોંચતો કરે છે. રાકેશ પાસેથી 489 નંગ ઇ-સિગારેટ અને ફ્લેવર્સ જપ્ત કરાઇ છે, જેની બજાર કિંમત 9.11 લાખ રૂપિયા થાય છે. મનોજની પૂછપરછમાં તેણે કબુલાત કરી હતી કે, તે ઇ-સિગારેટનો જથ્થો મુંબઇના મોઇન નામના શખ્સ પાસેથી કુરીયાર દ્રારા મંગાવતો હતો. એસએમસીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં કુલ 14 લોકો વિરૂદ્ધ ફરિયાદ કરી છે, જેમાં ત્રણની ધરપકડ કરાઇ છે.
SMCએ ઇ-સિગારેટનો કેસ કર્યાની પ્રથણ ઘટના મનોજની પૂછપરછમાં સામે આવ્યુ છે કે, તે અમદાવાદ સહિત ગાંધીનગર સાંબરકાઠા, સંતરામપુરના વેપારીઓને પણ ઇ-સિગારેટનો માલ સપ્લાય કરતો હતો. આ પહેલા પણ મનોજ વિરૂદ્ધ ઇ-સિગારેટનો ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. નાના વેપારીઓએને પણ મનોજ ઇ-સિગારેટ આપતો હતો. સામાન્ય રીતે એસએમસી દારૂ જુગાર, ડ્રગ્સ અને સટ્ટાબેંટીગ સહિતના કેસ કરતી હોય છે, પરંતુ ઇતિહાસમાં પહેલી વખત ઇ-સિગારેટનો કેસ કર્યો છે. ઇ-સિગારેટનો કેસ થતાની સાથે જ કાળા બજારીયાઓના પેટમાં ફાળ પડી છે.
2019માં પ્રતિબંધ છતાં વેચાણ શહેરમાં ચાલતા હુક્કાબાર બંધ થતા હવે યંગસ્ટર ઇ-સિગારેટ (વેપ)ના રવાડે ચઢ્યા છે, જેના પર રાજ્ય સરકારે વર્ષ 2019માં પ્રતિબંધ ફરમાવ્યો હતો. રાજ્ય સરકારે મુકેલા પ્રતિબંધ છતાંય અમદવાદના વિવિધ વિસ્તારોમાં ઇ-સિગારેટનો બીન્દાસ વેચાય છે, જેના પર પોલીસે લાલઆંખ કરી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ઇ-સિગારેટનો કોઇ જથ્થો સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ કે એસઓજીએ ઝડપ્યો નથી.
ઇ-સિગારેટ ખરીદતા લોકોના નામ
- ડી. કે. પાન હાઉસ, એરપોર્ટ
- પ્રકાશ ઉર્ફે પીન્ટુ, ચાઇના માર્કેટ, ગાંધીરોડ
- સંતરામપુરનો સુલતાન પણ ઇ-સિગારેટ મંગાવતો
- કાલુપુરમાં રહેતો અઝીમ શેખ
- કુબેરનગરમાં રહેતો રીયાન ઉર્ફે જયભોલે
- પ્રીન્સ પાન પાર્લર, જ્જીસ બંગલો, સેટેલાઇટ
- જય ખાલસા રેડીસેન્ડી, ઘીકાંટા
- જ્જીસ બંગ્લો પાસે રહેતો જસ્મીન પટેલ
- મી.સુટ્ટા પાન પાર્લર, પીડીપીયુ રોડ, ગાંધીનગર
- પવન પાનપાર્રલ, સાંબરકાઠા, વડાલી