રાજ્યભરમાં હવે કોઈપણ ગુનેગારની ખેર નહીં રહે કારણ કે હવે સ્ટેટ મોનીટરીંગ સેલને જાતે જ ગુનો દાખલ કરી શકવાની ખાસ વિશેષતા આપવામાં આવી છે. ગૃહ વિભાગે આપેલી મંજૂરી બાદ હવે SMCની ફરિયાદ તેઓ જાતે જ નોંધી શકશે અને એક સ્વતંત્ર ફરિયાદ નોંધવા માટેની વ્યવસ્થા ઊભી
.
SMC કડક કાર્યવાહી કરવાના મૂડમાં SMC પાસે આખા રાજ્યમાં કોઈપણ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય અથવા એમના ધ્યાને કોઈ વસ્તુ આવશે તો તેઓ પોતે ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરશે. ગુજરાતમાં પ્રકારની વ્યવસ્થા શરૂ થયા બાદ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં SMC કડક કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગઈ છે.
ગૃહ વિભાગ પરિપત્ર કરીને જાહેરાત કરી ગુજરાતમાં બેફામ બનેલા બૂટલેગર અને બૂટલેગરની ચેન ચલાવવામાં મદદ કરનાર તમામ સામે હવે ગાળિયો કસાયો છે. તેમાં પણ ખાસ કરીને ક્યાંય પણ જુગાર, દારૂ અથવા કોઈપણ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જે રાજ્યની વ્યવસ્થાને નુકસાન કરે છે તેમની સામે SMC હવે સીધી જ કાર્યવાહી કરી શકશે. ગૃહ વિભાગ દ્વારા આજે પરિપત્ર કરીને જાહેરાત કરવામાં આવી છે કે, આગામી સમયમાં SMC જાતે જ ફરિયાદ નોંધી શકશે અને તેમની સામે તપાસ પણ SMC જાતે કરી શકશે. આ પહેલા SMCએ મંજૂરી લેવાની પ્રક્રિયા હાથ ધરવી પડતી હતી અને જે તે સમયે તપાસ માટે અલગ વ્યવસ્થા હતી, પરંતુ હવે IPS નિરિત રાયના હાથમાં SMCની કમાન છે અને તે અગામી સમયમાં આકરા નિર્ણય લેશે અને બેઈમાન અને બદમાશોની આગામી સમયમાં મુશ્કેલીઓ વધવાની નક્કી છે.