GST કાઉન્સિલની બેઠકમાં રોજબરોજના વપરાશમાં આવતી વસ્તુઓ પર મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલની બેઠકમાં દારૂથી લઈને લોટ સુધીની વસ્તુઓ પર ટેક્સને લઈને મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ ઓનલાઈન ગેમિંગને લઈ ઝટકો લાગ્યો છે. જણાવી દઈએ કે કાઉન્સિલે બેઠકમાં દારૂ પર લાગતા કસ્ટમર્સ ટેક્સનો અધિકાર રાજ્યોને આપી દીધો છે. એટલે દારૂ પર લાગતો ટેક્સ રાજ્ય સરકારો પોતાની રીતે નક્કી કરશે. આ સિવાય દારૂના ગ્રાહકોના રો-મટિરિયલ એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ENA)ને GSTમાંથી રાહત આપવામાં આવી છે. જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન માટે ENA પર 18% GST લાદવામાં આવ્યો છે. ત્યારે જાણો કે ગઈકાલની GST મીટિંગમાં કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ મોંઘી થઈ.
આ વસ્તુઓ સસ્તી અને મોંઘી જે વિષે જણાવીએ, દારુ, લોટ, ગોળ અને કંપનીના ડીરેક્ટરોને મોટી રાહત આપી છે જેમાં દારૂ પર બેઠકમાં શું કહ્યું જે જણાવીએ તો, GST કાઉન્સિલના આ નિર્ણય બાદ દારૂની કિંમત પર અસર પડશે અને આ વસ્તુઓ સસ્તી થઈ શકે છે. જો કે GST કાઉન્સિલે આ નિર્ણય પૂરી રીતે રાજ્યો પર છોડી દીધો છે અને દારૂની કંપનીઓ અને રાજ્ય જ ટેક્સ નક્કી કરશે. લોટ પર બેઠકમાં શું કહ્યું જે જણાવીએ તો, કાઉન્સિલે લેબલવાળા મોટા અનાજના લોટ પર 5 ટકા ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે લોટને પેક કરીને તેની પર લેબલ લગાવીને તેનું વેચાણ કરવા પર GST લાગુ થશે. તેને પેકિંગ વગર વેચવા પર ટેક્સ લાગશે નહીં. ગોળ પર ટેક્સમાં ઘટાડાનો ફાયદો પર બેઠકમાં શું કહ્યું જે જણાવીએ તો, ગોળ પર GST ઘટાડવાનો નિર્ણય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કર્યો છે. ગોળ પર GST ઘટાડવાથી શેરડી પકવતા ખેડૂતોને ફાયદો થશે અને તેઓ દેવુ ઝડપથી ચૂકવી શકશે. અને કંપની ડિરેક્ટરોને મોટી રાહત પર બેઠકમાં શું કહ્યું જે જણાવીએ તો, GST કાઉન્સિલે સ્પષ્ટ કર્યુ કે કોર્પોરેટ સેક્ટર દ્વારા પોતાની સહાયક કંપનીઓને આપવામાં આવેલી ગેરંટી પર 18 ટકા GST લાગશે. જો કે ડિરેક્ટર દ્વારા કંપનીને આપવામાં આવેલી વ્યક્તિગત ગેરંટી પર કોઈ ટેક્સ લાગશે નહીં. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ કહ્યું કે કાઉન્સિલે આ નિર્ણય લીધો છે કે જ્યારે કોઈ ડિરેક્ટર કોઈ કંપનીને કોર્પોરેટ ગેરંટી આપશે તો સર્વિસ ટેક્સ માનવામાં આવશે અને તેથી તેની પર કોઈ GST લાગુ પડશે નહીં.
આ સિવાય GST એપેલેટ ટ્રિબ્યુનલની અધ્યક્ષ અને સભ્યોની મહત્તમ ઉંમર નક્કી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેની હેઠળ GSTAT અધ્યક્ષ વધારેમાં વધારે 70 વર્ષની ઉંમર અને સભ્યોની ઉંમર વધારેમાં વધારે 67 વર્ષ હશે. આ પહેલા આ અધ્યક્ષની ઉંમર 67 વર્ષ અને સભ્યોની ઉંમર 65 વર્ષની હતી. GST કાઉન્સિલની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર પહેલાથી જ 28 ટકા GST લાગુ હતો, જણાવી દઈએ કે દિલ્હી અને ગોવા જેવા રાજ્યોએ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ અને કેસીનો પર ટેક્સની માગનો મુદ્દો ઉઠાવ્યો છે.