વડોદરાના ભાયલી વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે સગીરા ઉપર આચારવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં પોલીસે 13 કારણો કોર્ટ સમક્ષ મૂકી આરોપીઓના 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે તા. 1
.
તો આવો જાણીએ પોલીસના બે વિરોધાભાસી નિવેદન વિશે…
5 ઓક્ટોબરે ગરબાને લઈ પોલીસે આપેલું નિવેદન ઘટના બાદ મીડિયા સાથેની વાતચીતમાં વડોદરા એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે, ગરબા સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી. પીડિતા ઘરેથી 10.30થી 11.45ના સમય વચ્ચે નીકળી હતી. એમના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગ્યાના અરસામાં મળી હતી અને ત્યાંથી મિત્રની સ્કૂટી ઉપર બન્ને ભેગા થઈને ત્યાં ભાઈલી ટીપી વિસ્તારમાં એ લોકો લગભગ 11.45થી 12.00 વાગ્યાના અરસામાં મળ્યાં હતાં.
રિમાન્ડ અરજીમાં ગરબાનો ઉલ્લેખ DYSP બી. એચ. ચાવડાએ 8 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, તા.04/10/24ના પીડિતા ચણીયાચોળી પહેરીને તેના મિત્ર સાથે મોપેડ ઉપર બેસીને રાત્રિના સમયે ન્યુ અલ્કાપુરીમાં આવેલ શિશુ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમવા માટે ગઈ હતી. પરંતુ ત્યાં કાદવ-કીચડ હોવાથી પીડિતા અને તેના મિત્રએ શાંત જગ્યાએ જઈને બેસવાનું નક્કી કર્યું હતું. તેઓ કાફેમાં જવાના હતા ત્યારે પીડિતાએ તેના મિત્રને કહ્યું કે, મારા સગા-સબંધી મને જોઈ જશે તો મારા ઘરે ખબર પડશે તો મને તકલીફ થશે. તેવી વાત કરતા મિત્રએ કહ્યું કે, ભાયલી બાજુ ટી.પી. વિસ્તારમાં મેં અંદરના રસ્તા જોયા છે, ત્યાં ઉનાળામાં લોકો ચાલવા જાય છે તો આપણે ત્યાં જઇને બેસીએ. તેવી વાત કરી મિત્રએ પીડિતાને તેની મોપેડ ઉપર બેસાડીને ભાયલી-સેવાસી કેનાલ રોડ ઉપર થઈને સ્વામીનારાયણ મંદિર પાસેથી અંદર ગયા અને સેનમાર્ટીના સોસાયટીના પાછળના ભાગે રોડ ભાયલી ટીપી રોડ એકાંત જગ્યાએ જઇને બેઠા હતાં. ત્યારે આ રોડ ઉપર અંધારુ હતુ અને કોઇની અવરજવર ન હતી. તે જગ્યાએ અડધો કલાક બેસીને વાતો કરતા હતા. ત્યારબાદ બે મોટર સાઈકલ આવી, જેમાં એક મો.સા. ઉપર ત્રણ લોકો અને બીજી મો.સા. ઉપર બે લોકો આવ્યાં હતાં.
દિવ્ય ભાસ્કરે મેળવ્યા નરાધમોના ફૂટેજ, પાનના ગલ્લે સિગારેટ પીતા દેખાયા ને પોલીસને કડી મળી
પહેલા આરોપીઓએ ઘરવાળાના નંબર માગ્યાં વધુમાં રિમાન્ડ અરજીમાં ઉલ્લેખ છે કે, સગીરા અને તેના મિત્ર પાસે પહોંચેલા યુવાનોએ હિન્દી ભાષામાં જણાવ્યું કે, “આપ લોગ યહાં ક્યાં કર રહે હો” વળતા જવાબમાં સગીરાના મિત્રોએ જણાવ્યું કે, અમો અહીંયા બેઠા છે. આ વાક્ય મિત્ર પૂરું કરે ત્યાં એક યુવાને કહ્યું, આપકા પાપા કા નંબર દીજીએ…ઔર કહાં રહેતે હૈ…જેમાં મિત્રોએ જણાવ્યું કે, આપકો નંબર ક્યું ચાહિએ… હમે માફ કરો હમ યહાં સે ચલે જાએગે.
મિત્રની સામે જ સગીરાને દુર લઈ ગયાં જે બાદ સગીરા કંઇ વિચારે તે પહેલાં પાંચ યુવાનો પૈકી એક યુવાને સગીરાનો હાથ પકડી લીધો હતો. હાથ પકડતા જ સગીરાએ પોતાનો હાથ છોડાવવા માટે પ્રયાસ કર્યો હતો. સગીરાનો મિત્ર બધું જોવા છતાં કંઇ કરી શક્યો ન હતો. તેજ સમયે સગીરાનો હાથ પકડનાર યુવાને અન્ય મિત્રોને જણાવ્યું કે, “આ લોકોનો વીડિયો ઉતારો”. આ દરમિયાન સગીરાએ બુમાબુમ કરતા પાંચ યુવાનો પૈકી બે યુવાનો મોટર સાઇકલ ઉપર બેસી જતાં રહ્યાં હતાં. તે બાદ સગીરાનો હાથ પકડનાર યુવાન જ્યાં સગીર મિત્રો બેઠો હતો ત્યાંથી સગીરાને જબરજસ્તી 15-20 મીટર દૂર લઇ ગયો હતો અને તે સ્થળે મોઢું દબાવી એકબાદ એકે દુષ્કર્મ આચર્યું હતું.
કોર્ટની બહાર નિકળતી વેળાએ લોકોએ આરોપીઓને ફટકાર્યાં, આરોપીએ જજને હાથ જોડી કહ્યુંઃ અમને જેલમાં નાખો
કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં DYSP બી. એચ. ચાવડાએ આરોપીઓ મુમતાઝ ઉર્ફ આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરૂખ કિસ્મતઅલી બનજારા, સૈફ અલી મહેંદીહસન બનજારા અને અજમલ સત્તાર બનજારાના 14 દિવસના રિમાન્ડ માંગતી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં રિમાન્ડ મેળવવા સગીરા ઘરેથી નીકળી ત્યારથી લઇને વિગતો જણાવવા સાથે 13 કારણો રજૂ કર્યા હતા. જોકે, કોર્ટે રિમાન્ડ અરજી અને વકીલોની દલીલો સાંભળ્યા બાદ તા. 10 ઓક્ટોબર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આરોપીઓના રિમાન્ડ માટે પોલીસે કોર્ટમાં રજૂ કરેલા 13 કારણો 1) આરોપીઓએ ગુનો આચરતી વખતે પહેરેલા કપડા કબજે કરવાના છે. 2) પીડિતાનો લૂંટ ચલાવેલો મોબાઇલ ફોન કબજે કરવાનો છે. 3) ગુનામાં વાપરેલી મોટર સાઇકલ કબજે કરવાની છે. 4) મેડિકલ ટેસ્ટ તેમજ અન્ય સેમ્પલ લેવાના છે. 5) ગુનો આચર્યા બાદ ક્યાં ક્યાં આશ્રય લીધો, કોણે કોણે મદદ કરી, પકડાયેલા સહ આરોપીઓ સિવાય કોઇ અન્ય આરોપીઓ અંગે તપાસ કરવાની છે. 6) આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના છે. ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં. 7) ગુનાની જગ્યાએ જવા માટે પહેલાં કયા આરોપીએ જણાવ્યું? 8) ગુનો આચરતા પહેલાં આરોપીઓ ક્યાં ભેગા થયા હતા અને ગુનો આચર્યા બાદ ક્યાં ગયા હતા. 9) આરોપીઓ અગાઉ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ? 10) ગુનો આચર્યા બાદ ક્યા ક્યા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. કોલ ડિટેલ મેળવી એનાલીસીસ કરવામાં સમય જાય તેમ છે. 11) ગુનો આચરતી વખતે કોઇ નશો કર્યો હતો કે કેમ? તેની તપાસ કરવાની છે. 12) ગુનાની જગ્યાએથી મળેલા ચશ્મા ક્યાં આરોપીના છે તેની તપાસ કરવાની છે. 13) આરોપીઓનું આવો ગુનો કરવાનું અગાઉથી પ્લાનિંગ હતું કે કેમ તેની તપાસ કરવાની છે.